English Medium school in gujarat

Gujarat offline education: ઓફલાઈન શિક્ષણ માટે ગુજરાત સરકારે લીધું મહત્વનું પગલું, વાંચો વિગતે

Gujarat offline education: ગુજરાતમાં આજથી 100 ટકા ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ, શાળાઓ કોરોના પ્રોટોકોલ મુજબ ચલાવવામાં આવશે

અમદાવાદ, 21 ફેબ્રુઆરી: Gujarat offline education: ગુજરાતમાં કોરોનાના કેસો ઘટ્યા બાદ રાજ્ય સરકારના નિર્ણયને પગલે આજથી 100% ઑફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા થોડા સમય પહેલા શાળાઓ શરૂ કરવામાં આવી હતી, પરંતુ કોરોનાના કેસો વધતા શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી અને ઓનલાઈન શિક્ષણ ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કેસોની ઘટતી સંખ્યાને જોતા સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે આજથી ફરી 100 ટકા ઑફલાઇન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં હવે વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Skin benefits of banana peel: શું તમે જાણો છો; કેળાની છાલથી ત્વચાને થતા ફાયદા વિશે?

તમને જણાવી દઈએ કે શાળાઓ લાંબા સમયથી બંધ છે. પરંતુ કોરોનાના કેસમાં ઘટાડાને જોતા સરકારે આ નિર્ણય લીધો છે. અત્યારે પણ સરકાર દ્વારા 100% ઑફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હવે રાજ્યમાં વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ નહીં હોય, તેઓ શાળાઓમાં જ અભ્યાસ કરશે. મતલબ કે વિદ્યાર્થીઓ હવે પહેલાની જેમ શાળામાં અભ્યાસ કરી શકશે. જો કે, કોવિડ પ્રોટોકોલનું પાલન ફરજિયાત રહેશે અને શાળાઓ પ્રોટોકોલ મુજબ ચલાવવામાં આવશે.

Gujarati banner 01