Poonam madam family vaccination

Gujarat Vaccination record: કોરોના રસીકરણ ક્ષેત્રે ગુજરાતે મેળવી વધુ બે સિદ્ધિ

Gujarat Vaccination record: ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૭૦.૨૦ % લોકોને પ્રથમ ડોઝ અપાયો

  • ગુજરાતમાં ઓગસ્ટ માસ દરમિયાન વેક્સિનના ૧ કરોડ ૩૪ લાખ ડોઝ આપવાની વિક્રમજનક કામગીરી
  • ૩૧ ઓગસ્ટ મંગળવારે એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં ૮ લાખથી વધુ રસીના ડોઝ અપાયા- રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ ડોઝ આપવાનો વિક્રમ સર્જાયો

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ
ગાંધીનગર, ૩૧ ઓગસ્ટ:
Gujarat Vaccination record: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે કોરોના વેક્સિન ઝૂંબેશ વેગવંતી બનાવી ઓગસ્ટ માસ દરમિયાન વેક્સિનના ૧ કરોડ ૩૪ લાખ ડોઝ આપવાની આગવી સિદ્ધિ મેળવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના વેક્સિનેશન અભિયાનને વધું વ્યાપક બનાવી ઓગસ્ટ મહિના દરમિયાન સમગ્ર રાજ્યમાં વેક્સિનના ૧ કરોડ ડોઝ અપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો

  • .જેની સામે ૧ કરોડ ૩૪ લાખ ડોઝ આપવાની વિક્રમજનક કામગીરી કરવામાં આવી છે
  • રસીકરણ ક્ષેત્રે અન્ય એક સિદ્ધિ પણ ગુજરાતે મેળવી છે.
  • રાજયમાં ૩૧ ઓગસ્ટ મંગળવારે એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં ૮ લાખથી વધુ રસીના ડોઝ અપાયા છે
  • આમ રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ રસીના ડોઝની આપવાનો વિક્રમ સર્જાયો છે.

આ પણ વાંચો…Vruksharopan: કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્યું વૃક્ષારોપણ, કહ્યું- મહિલા અને બાળ સશક્તિકરણ વન દેશભર માટે પોષણ વાટિકાનું મોડેલ બનશે

Gujarat Vaccination record

ગુજરાત પર મિલિયન વેક્સિનેશનમાં દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર રાજ્ય રહ્યું છે ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૭૦.૨૦ % લોકો એટલે કે ૩ કરોડ ૪૬ લાખ ૧૪ હજાર ૬૬૦ લોકોને પ્રથમ ડોઝ અને ૧ કરોડ ૧૬ લાખ ૫૬ હજાર ૫ લોકોને બીજો ડોઝ મળી કુલ ૪,૬૨,૭૦,૬૬૫ ડોઝ વેક્સિનના આપવામાં આવ્યા છે.

રાજ્યના આરોગ્ય કર્મીઓ, તબીબો, પેરા મેડિકલ સ્ટાફ સહિત સૌએ ઓગસ્ટ મહિના દરમિયાન આ રસીકરણ અભિયાનને ઝુંબેશ સ્વરૂપે ઉપાડીને સફળ બનાવ્યું છે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે સૌ આરોગ્ય કર્મીઓને આ સઘન કામગીરી માટે અભિનંદન પાઠવ્યા છે.

Whatsapp Join Banner Guj