CM helpm money surat

Help money of Rs. 4 lakhs by the State Government: આમલી ડેમમાં ડૂબી જનાર મૃતકોના પ્રત્યેક પરિવારને રાજ્ય સરકાર દ્વારા રૂ.૪ લાખની સહાય મંજૂર

Help money of Rs. 4 lakhs by the State Government: માંડવીના દેવગીરી ગામના આમલી ડેમમાં ડૂબી જનાર મૃતકોના પ્રત્યેક પરિવારને રાજ્ય સરકાર દ્વારા રૂ.૪ લાખની સહાય મંજૂર

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૧૯ જાન્યુઆરીઃ
Help money of Rs. 4 lakhs by the State Government: સુરત જિલ્લાના માંડવી તાલુકાના દેવગીરી ગામના આમલી ડેમમાં ગત તા.૧૧ જાન્યુઆરીના રોજ આદિવાસી ખેડૂત પરિવારના ૧૦ વ્યક્તિઓ અકસ્માતે ડૂબી ગયા હતા. જેમાંથી ૭ વ્યક્તિઓનું મૃત્યુ નીપજયું હતું, જ્યારે ૩ લોકોને આબાદ બચાવી લેવાયા હતા.

આ દુર્ઘટનાના મૃતકો જ પરિવારનું ભરણપોષણ કરનાર મુખ્ય વ્યક્તિઓ હોવાથી તેમના પરિવારને સરકાર તરફથી આર્થિક સહાય મળી રહે તે માટે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપભાઈ દેસાઈ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને આર્થિક સહાય આપવા અંગે અસરકારક રજૂઆત કરાઈ હતી.

મુખ્યમંત્રીએ સાનુકુળ પ્રતિભાવ આપતાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દરેક મૃતકોના પરિવારને રૂ.૪ લાખની સહાય મંજૂર કરાઈ છે. આ બદલ દેવગીરીના ગ્રામજનો અને મૃતકોના પરિવારજનોએ જાગૃત્ત જનપ્રતિનિધિઓ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો…Sania mirza announces retirement: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સન્યાસ લેવાની કરી જાહેરાત, આપ્યું આ કારણ- વાંચો વિગત

Gujarati banner 01