mask traffic 1024x683 1 edited

માર્ગ પરિવહન મંત્રાલયે જાહેર કર્યા બાઇક પાછળ બેસવાના નિયમો, આ છે નવી સરકારની ગાઇડલાઇન્સ

mask traffic 1024x683 1 edited

અમદાવાદ, 09 ડિસેમ્બરઃ છેલ્લા કેટલાક સમયથી વધતી જતી અકસ્માતની સંખ્યાના કારણે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે સેફ્ટીને ધ્યાનમાં લેતા કેટલાંક નિયમોમાં બદલાવની સાથે નવા નિયમ લાગુ કર્યા છે. મંત્રાલયની નવી ગાઇડલાઇન બાઇકની સવારી કરનારા લોકો માટે જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે, બાઇક ડ્રાઇવરની પાછળની સીટ પર બેસનાર લોકોએ કયા નિયમોમાં પાલન કરવાનું છે. તો આવો જાણીએ, મંત્રાલયે જાહેર કરેલા નિયમો…

મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર, બાઇકની પાછળની સીટની બંને તરફ હેન્ડ હોલ્ડ જરૂરી છે. હેન્ડ હોલ્ડ પાછળ બેઠેલી સવારીની સુરક્ષા માટે છે. બાઇક ડ્રાઇવર અચાનક બ્રેક મારે તો હેન્ડ હોલ્ડ ઘણુ મદદરૂપ થઇ શકે છે. અત્યાર સુધી મોટાભાગની બાઇકોમાં આ સુવિધા આપવામાં આવતી હતી. આ સાથે જ પાછળ બેસનાર માટે બંને તરફ હેન્ડ હોલ્ડ ફરજિયાત બનાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત બાઇકની પાછળના વ્હીલનો ઓછામાં ઓછા અડધો ભાગ સુરક્ષિત રીતે કવર થશે, જેથી પાછળ બેસનારના કપડા પાછળના પૈડામાં ન ફસાય.

મંત્રાલયે બાઇકમાં હળવુ કંટેનર લગાવવા માટે પણ નિયમો જાહેર કર્યા છે. આ કંટેનરની લંબાઇ 550 મિમી, પહોળાઇ 510 મિમી અને ઉંચાઇ 500 મિમીથી વધુ ન હોવી જોઇએ. જો કંટેનરને પાછળની સીટ પર લગાવવામાં આવે તો ફક્ત ડ્રાઇવરને જ મંજૂરી હશે. એટલે કે કોઇ બીજી સવારી બાઇક પર ન હોવી જોઇએ. સાથે જ પાછળની સીટ પર જો કોઇ બેસે તો તે નિયમ ઉલ્લંઘન ગણવામાં આવશે.

whatsapp banner 1

તાજેતરમાં જ સરકારે ટાયરને લઇને પણ નવી ગાઇડલાઇન જારી કરી છે. તે અંતર્ગત મહત્તમ 3.8 ટન વજન સુધીના વાહન માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમની ભલામણ કરવામાં આવી છે. આ સિસ્ટમથી સેન્સર દ્વારા ડ્રાઇવરને તે જાણકારી મળી જાય છે કે ગાડીના ટાયરમાં હવાની સ્થિતિ શું છે. આ સાથે જ મંત્રાલયે ટાયર રિપેરિંગ કિટની પણ ભલામણ કરી છે. તે લાગુ થયા બાદ ગાડીમાં એક્સ્ટ્રા ટાયરની જરૂર નહી પડે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ હેલમેટને ફરજિયાત કરવામાં આવ્યું હતું, કાર માટે સીટ બેલ્ટને ફરજીયાત કરવામાં આવ્યો અને ચાર રસ્તા પર જો કોઇ ટ્રાફિકના નિયમનો ભંગ કરે તો તેઓના ઘરે મેમો મોકલવામાં આવતો હતો. સરકાર સમયે સમયે માર્ગ સુરક્ષા નિયમોમાં બદલાવ કરતી રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં માર્ગ સુરક્ષાના નિયમોને લઇને વધુ કડકાઇ લાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો..

સરકારે કૃષિ કાયદાને પાછા લેવાની કરી મનાઇ, આજે ખેડૂતો અને શાહ વચ્ચે છઠ્ઠી બેઠક