PM Modi in Meerut

PM modi visit gujarat tomorrow: આવતી કાલે ગાંધીનગરથી પહેલી વખત દેશને સહકારી ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે

PM modi visit gujarat tomorrow: આવતી કાલે 28 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ તેમજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહેશે.

ગાંધીનગર, 27 મેઃ PM modi visit gujarat tomorrow: મહાત્મા મંદિરમાં સહકારીતા સંમેલન યોજવામાં આવશે. રાજ્યના સહકાર મંત્રી જગદીશ પંચાલ કાર્યક્રમ તૈયારીઓને લઈને સમીક્ષા કરી હતી. જગદીશ પંચાલે કહ્યું કે, મહાત્મા મંદિરમાં સહકારી સંમેલન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી યોજાશે.   

પહેલી વખત દેશને સહકારી ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે, ત્યારે રાજ્યના સહકારી મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશની સહકારિતા ચળવળને મજબૂત કરવા માટે સહકાર વિભાગ શરૂ કર્યો છે, તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનીએ છીએ.

આ પણ વાંચોઃ Liquor beer cheaper: આ રાજ્યમાં દારૂ અને બિયર થશે સસ્તી, મંત્રી જૂથે આયાત જકાત ઘટાડવાનો નિર્ણય કર્યો

તેમણે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 1936 ની વાત કરીએ તો સહકારિતા વિભાગ ચાલુ થયો ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમ મંડળીની સ્થાપના કરવામાં આવી હતી, સાથે સાથે આખા દેશની અંદર સહકારિતા વિભાગ વધુ મજબૂત થાય તેના પ્રયાસના ભાગરૂપે આખા દેશમાં સહકાર વિભાગ શરૂ થયેલ છે.    

ત્યારે આવતી કાલે 28 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ તેમજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ મહાત્મા મંદિર ખાતે તમામ ગુજરાતના મુખ્ય સહકારી બેંકો મંડળીઓ દૂધ મંડળીઓ ડેરીઓ સહકારી આગેવાનો સાથે નું બહુ મોટું મહાસંમેલન ગાંધીનગરમાં યોજાવા જઇ રહી છે. સહકાર મંત્રી નું માર્ગદર્શન આવતી કાલે મળશે. મહાત્મા મંદિરમાં સહકારિતા સંમેલન આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાશે. દેશભરના લોકોને સંદેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ The roof of the running shop collapsed: પાટણ નગરપાલિકાના જર્જરિત કોમ્પ્લેક્ષમાં ચાલુ દુકાનમાં જ છત તૂટી પડી

Gujarati banner 01