air india flight

એર ઇન્ડિયાએ કરી મોટી જાહેરાત, સિનિયર સિટીઝનની અડધી ટિકિટ થશે માફ

air india flight

નવી દિલ્હી, 16 ડિસેમ્બરઃ કોરોના વાયરસ રોગચાળાને કારણે અર્થતંત્રમાં ભારે નુકશાન પહોંચ્યું છે. છેલ્લા કેટલાક સમયથી દેશની એક માત્ર એરલાઇન ખોટમાં જઇ રહી છે. તેવામાં એરલાઇને મોટી જાહેરાત કરી છે. એર ઇન્ડિયાએ ભાડાના મામલે વૃદ્ધોને મોટી રાહત આપી છે. એર ઇન્ડિયા હવે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની ટિકિટ ખરીદી પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે.

એર ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ અનુસાર, એર ઇન્ડિયા હવે દેશમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અડધા ભાવે તેની ટિકિટ વેચશે. એર ઈન્ડિયા વેબસાઇટ પર પણ આ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. એર ઇન્ડિયાની વેબસાઇટ અનુસાર, એર ઇન્ડિયાની ફ્લાઇટ ટિકિટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ મેળવવા માટે કેટલીક શરતો પણ માનવી પડશે.

whatsapp banner 1

આ છે મહત્વપૂર્ણ શરતો

  • મુસાફરી કરનારા ભારતીય નાગરિક હોવા જોઈએ અને 60 વર્ષની વય થઈ ગયેલી હોવી જોઈએ.
  • માન્ય ફોટો આઈડી હોવું જરૂરી છે. જેમાં જન્મ તારીખ નોંધાઈ છે.
  • ઇકોનોમી કેબિનમાં બુકિંગ ક્લાસનાં મૂળ ભાડાની 50 ટકા રકમ ચૂકવવાની રહેશે.
  • ફ્લાઇટ્સના ડિપાર્ચરના ત્રણ દિવસ પહેલા ટિકિટ ખરીદેલી હોવી જોઈએ.
  • આ ઓફર ભારતના કોઈપણ ક્ષેત્રની યાત્રા માટે માન્ય રહેશે.
  • આ ઓફર ટિકિટ ઇશ્યૂ થયાની તારીખથી એક વર્ષ માટે લાગુ થશે.
  • બાળકો માટે કોઈ છૂટ રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે, દેશની એકમાત્ર સરકારી એરલાઇન્સ કંપની એર ઈન્ડિયા ભારે દેવા હેઠળ ઝઝૂમી રહી છે. એર ઇન્ડિયા પર હાલમાં 60 હજાર કરોડથી વધુનું દેવું છે, જેના માટે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. એર ઇન્ડિયા ખોટમાં ચાલી રહી છે અને કેન્દ્ર સરકાર તેને ખાનગી ક્ષેત્રને સોંપવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં એર ઇન્ડિયાને ખરીદવા માટે બિડ પણ મંગાવવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો….

સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકાર અને ખેડૂતો વચ્ચે વાત-ચીત બાદ પણ ઉકેલ આવતો નથી દેખાતો, 21માં દિવસે પણ પ્રદર્શન યથાવત

Advertisement