muslim marrge

Important judgment: 18 વર્ષથી ઓછી વયની મુસ્લિમ યુવતી લગ્ન કરવા સ્વતંત્ર, આ રાજ્યની હાઇકોર્ટે આ કારણે આપી છૂટ

Important judgment

Important judgment: કોર્ટે કહ્યું કે યુવાવસ્થાની ઉંમર પ્રાપ્ત થઇ ગયા બાદ મુસ્લિમ યુવતી પોતાની મરજીથી પસંદગી મુજબ લગ્ન કરી શકે છે

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરીઃ સામાન્ય રીતે મહિલાઓના લગ્ન કરવા માટેની વય મર્યાદા 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. પરંતુ તાજેતરમાં જ પંજાબ-હરિયાણા હાઇકોર્ટે એક આદેશમાં (Important judgment) કહ્યું છે કે મુસ્લિમ સમાજમાં યુવતી 18 વર્ષથી ઓછી વયની હોય તો પણ તે ઇચ્છે ત્યારે અને ઇચ્છે તેની સાથે લગ્ન કરી શકે છે. જોકે જે યુવતીઓમાં પુખ્તતા આવી ગઇ હોય તેને જ આ છુટ આપવામાં આવે છે તેમ પણ કોર્ટે કહ્યું હતું.

હાઇકોર્ટે કહ્યું હતું કે, મુસ્લિમ પર્સનલ લો અનુસાર આ ચુકાદો આપવામાં આવે છે. કોર્ટે આ માટે સર દિનેશ ફરદુનજી મુલ્લાના પુસ્તક પ્રિંસિપલ્સ ઓફ મોહમ્મડન લોના આર્ટિકલ 195ને આધાર તરીકે લીધો હતો. કોર્ટે કહ્યું કે યુવાવસ્થાની ઉંમર પ્રાપ્ત થઇ ગયા બાદ મુસ્લિમ યુવતી પોતાની મરજીથી પસંદગી મુજબ લગ્ન કરી શકે છે.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, મુસ્લિમ પર્સનલ લો અનુસાર લગ્નની ક્ષમતા અંગે મુલ્લાના પુસ્તકને આધાર માની આર્ટિકલ 195 કહે છે કે પરિપક્વ દિમાગ વાલા હર મુસ્લિમ જીસને યૌવન પ્રાપ્ત કર લીયા હો વહ વિવાહ કા અનુબંધ કર સકતા હૈ. એસે નાબાલિગ જિન્હોને યૌવન પ્રાપ્ત નહીં કીયા હૈ, ઉનકે અભિભાવકોં દ્વારા વિવાહ મે વૈધ રૂપ સે અનુબંધિત કિયા જા સકતા હૈ. પુસ્તક અનુસાર 15 વર્ષની વય પુરી થયા બાદ સબૂતોના અભાવે યૌવન પ્રાપ્ત થઇ ગયું હોવાનું માની લેવામાં આવે છે.

Advertisement

હાઇકોર્ટમાં એક 36 વર્ષીય યુવકે 17 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા હતા, જેનો પરિવારે વિરોધ કર્યો હતો, જેથી આ યુગલે હાઇકોર્ટમાં સ્વરક્ષા માટે અરજી કરી હતી. જેની સુનાવણી વેળાએ હાઇકોર્ટે આ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે યુવતી 17 વર્ષની હોય તો પણ જો મુસ્લિમ સમાજ સાથે જોડાયેલી હોય તો તે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે.

આ પણ વાંચો…

Disha patani Photos: દિશા પટનીએ દરિયા કિનારે આપ્યો ગ્લેમર્સ લુક, વાયરલ થયા ફોટોઝ

Advertisement