TN girl cooks 46 dishes in 58 mins to enter UNICO Book of World Records

10 વર્ષીય બાળકીએ માત્ર 58 મિનિટમાં 46 વાનગી બનાવીને, પોતાને નામ કર્યો વર્લ્ડ રેકોર્ડ

TN girl cooks 46 dishes in 58 mins to enter UNICO Book of World Records

નવી દિલ્હી,16 ડિસેમ્બરઃ કોરોના વાયરસમાં લોકડાઉનને પગલે બાળકોનું સ્કૂલ જવું લાંબા સમયથી બંધ થઈ ગયું છે. આ મહામારીને પગલે બાળકો ઘરમાંથી જ ઓનલાઈન સ્કૂલનો અભ્યાસ કરવો પડી રહ્યો છે. જો, ભારતીય બાળકોની વાત કરીએ તો આ લોકડાઉનના સમયમાં બાળકોએ ઘરમાં રહીને અનેક નવી બાબતો શીખી છે. અદભૂત કામ કર્યાં છે. ભારતના તમિલાનાડુમાં રહેનારી એક બાળકીએ લોકડાઉનમાં કંઈક એવું કર્યું, જેને પગલે તેનું નામ રેકોર્ડ બૂકમાં નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે આ બાળકીએ ચેન્નઈમાં 58 મિનિટમાં 46 વાનગી તૈયાર કરીને પોતાનું નામ યુનિકો બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધાવ્યું છે. આ પહેલા કેરળની એક 10 વર્ષની બાળકીએ 1 કલાકમાં 33 વાનગી બનાવી હતી.

યુનિકો બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવનારી આ બાળકીનું નામ એસએન લક્ષ્મી છે. એએનઆઈ સાથે વાત કરતા એસએન લક્ષ્મીએ જણાવ્યું કે, હું મારી મમ્મી પાસેથી ખાવાનું બનાવતા શીખી હતી. મને ખુશી છે કે, મેં આ પડાવ હાંસલ કર્યો છે. લક્ષ્મીની માતા એન કાલીમગલે જણાવ્યું કે, તેમની દીકરીએ લોકડાઉન દરમિયાન ખાવાનું બનાવવાનું શીખ્યું હતું અને હકીકતમાં બહુ જ સારું કરી રહી હતી. ત્યાર બાદ તેના પિતાએ તેને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું કહ્યું હતું.

whatsapp banner 1

ઉલ્લેખનીય છે કે, આ વર્લ્ડ રેકોર્ડ 10 વર્ષીય સાન્વીના નામે હતો. જેણે 30થી વધુ વાનગી બનાવી હતી. જ્યારે લક્ષ્મીએ 46 વાનગી બનાવી સાન્વીનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

આ પણ વાંચો…

એર ઇન્ડિયાએ કરી મોટી જાહેરાત, સિનિયર સિટીઝનની અડધી ટિકિટ થશે માફ