વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન(Bullet train)માં થઇ રહ્યો છે વિલંબ, રેલ્વેમંત્રી પિયુષ ગોયલે પ્રોજેક્ટના વિલંબનું આપ્યું આ કારણ

પહેલા કોરોના અને પછી શિવશેનાને જણાવ્યું, બુલેટ ટ્રેન(Bullet train)ના વિલંબનું કારણ

Bullet train

નવી દિલ્હી, 08 ફેબ્રુઆરીઃ છેલ્લા કેટલાય સમયથી મુંબઇ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન(Bullet train) શરુ થવાની વાત ચાલી રહી છે. પરંતુ આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં વિલંબ થઇ રહ્યો છે. રેલવે પ્રધાન પીયુષ ગોયલે મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં થઇ રહેલા વિલંબનું કારણ કોરોના રોગચાળો તથા મહારાષ્ટ્રમાં જમીન નહીં મળવાનું ગણાવ્યું હતું.

Whatsapp Join Banner Guj

ગુજરાતમાં 90 ટકા જમીનનું અધિગ્રહણ થઇ ગયું છે, અને તે કામ માટે ટેન્ડર પણ જારી કરાવામાં આવ્યા છે, બીજી તરફ મહારાષ્ટ્રમાં માત્ર 30 ટકા ભુમિ અધિગ્રહણ થયું છે. આમ મહારાષ્ટ્ર ની કામગિરી નબળી છે. ઉલ્લેખનીય છે કે, આ બુલેટ ટ્રેન વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જેમાં શિવશેના અડચણ બની રહી છે.

આ પણ વાંચો…

Actress Arrested: એકતા કપૂરની આ અભિનેત્રી પર લાગ્યો પોર્ન વીડિયો બનાવીને અપલોડ કરવાનો આરોપ, એક્ટ્રેસની થઇ ધરપકડ