presh dhanani amit chavada edited

રાજ્યની પેટાચૂંટણીની આઠેય બેઠકો પર કોંગ્રેસનો સફાયો થયા બાદ, આ બે યુવા કોંગ્રેસી નેતાઓએ આપ્યું રાજીનામું!

presh dhanani amit chavada edited

ગાંધીનગર, 16 ડિસેમ્બરઃ ગુજરાત રાજ્યની પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો સફાયો થતાં હાઇકમાન્ડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની યુવા નેતાગીરીથી ભારોભાર નારાજ છે. જોકે, પેટાચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થતાં નૈતિક જવાબદારી સ્વિકારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ ધરી દીધુ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી વચ્ચે ગુજરાત કોંગ્રેસના બે યુવા નેતાઓએ હોદ્દા પરથી રાજીનામુ ધરી દેતાં ફરી રાજકારણ ગરમાયું છે. પ્રભારી રાજીવ સાતવ બંને નેતાઓના રાજીનામા પત્ર લઇને દિલ્હી દોડી ગયાં છે.

લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો અને કોંગ્રેસ ખાતુ પણ ખોલી શકી ન હતી. કઇંક જ આ જ પ્રમાણે, પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો હતો. આઠેય બેઠકો પર પરાજય થતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવા તૈયારી દર્શાવી હતી.

whatsapp banner 1

દરમિયાન, કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનુ અચાનક અવસાન થતાં આખોય મામલો થાળે પડયો હતો. ત્યાર બાદ ફરી એકવાર કોંગ્રેસના નેતાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી લાગી પડયાં છે. પ્રભારી રાજીવ સાતવ છેલ્લાં દસેક દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યાં છે અને પ્રદેશ કોંગ્રેસ સમિતીએ સતત ચૂંટણીલક્ષી બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

આ પણ વાંચો…

આર્થિક તંગી હોય તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, થશે ધનમાં વૃદ્ધિ