67th Rail Week Celebrations by Ahmedabad Division 4

67th Rail Week Ceremony by Ahmedabad Division: અમદાવાદ મંડળ દ્વારા 67માં “રેલસપ્તાહ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

67th Rail Week Ceremony by Ahmedabad Division: ઉત્કૃષ્ટ કામગીરી બદલ 278 રેલ્વેક ર્મચારીઓને ડીઆરએમ તરુણ જૈને સન્માનિત કર્યા

અમદાવાદ, 12 મે: 67th Rail Week Ceremony by Ahmedabad Division: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં  67માં રેલ સપ્તાહની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. રવીન્દ્રનાથ ટાગોર હોલ, પાલડી, અમદાવાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં, મંડળ રેલ પ્રબંધક તરુણ જૈને વર્ષ 2021-22 દરમિયાન મંડળ પર તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ 278 રેલ કર્મચારીઓને  પુરસ્કારો એનાયત કર્યા તથા તેમને રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વરિષ્ઠ મંડળ  કર્મચારી અધિકારી સુનિલ બિશ્નોઈએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

67th Rail Week Ceremony by Ahmedabad Division

મંડળ રેલ પ્રબંધક તરુણ જૈને માહિતી આપતા જણાવ્યું હતું કે મંડળના કર્મચારીઓ અને અધિકારીઓના સંયુક્ત પ્રયાસોને કારણે જ અમદાવાદ મંડળ પશ્ચિમ રેલ્વેની સાથે સાથે તેમજ ભારતીય રેલ્વે સ્તર પર પણ એક મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કરવામાં સફળ રહ્યું છે સૌ પ્રથમ, જો સલામતીની વાત કરીએ તો, વર્ષ 2021-22માં અમદાવાદ મંડળમાં  એક પણ અકસ્માત થયો નથી,અમારા માટે આ એક મોટી સિદ્ધિ છે અને આપણે તેને જાળવી રાખીને ચાલવાનું છે. અમદાવાદ મંડળનું ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન એ આધુનિક સુવિધાઓથી સુસજ્જ  ભારતીય રેલ્વેનું પ્રથમ પુનઃવિકાસિત રેલ્વે સ્ટેશન છે.અમારા મંડળ માટે પણ આ એક મોટી સિદ્ધિ છે.

વીજળીકરણની બાબતમાં પણ આપણું મંડળ 392 કિમી રૂટનું વિદ્યુતીકરણ દ્વારા, ભારતીય રેલ્વેએ મહત્તમ વિદ્યુતીકરણની દ્રષ્ટિએ બીજું સ્થાન મેળવ્યું છે. જેના પરિણામ સ્વરૂપે , અમદાવાદમંડળની  23 જોડી ટ્રેનોને ડીઝલમાંથી ઇલેક્ટ્રિક ટ્રેક્સનમાં રૂપાંતરિત કરવામાં આવી છે. શિપમેન્ટ અને આવક ના કિસ્સામાં પણ અમદાવાદ વિભાગે નવા-નવા રેકોર્ડ સર્જ્યા છે  અમે વર્ષ 2021-22માં અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ રૂ.100 કરોડની આવક હાંસલ કરી છે.  આ બધું કામ આપણા સૌના સંયુક્ત કાર્યનું પરિણામ છે.

Advertisement
67th Rail Week Ceremony by Ahmedabad Division

આ દર્શાવે છે કે આપણે એક મોટી ઉપલબ્ધિ તરફ આગળ વધી રહ્યા છીએ.  આ સંદર્ભમાં જ એક મહાન ચિંતક જ્હોન સી. મેક્સવેલે કહ્યું હતું કે ‘સત્ય એ છે કે ટીમ વર્ક એ મહાન સિદ્ધિનો પાયો છે અને અમે આ સાથે આગળ વધી રહ્યા છીએ  અમારા ટીમવર્ક અને સિદ્ધિઓને લીધે જ મુખ્યાલય સ્તર પર અમને પ્રતિષ્ઠિત મહાપ્રબંધક કાર્યક્ષમતા  શિલ્ડ સાથે કુલ 10 કાર્યક્ષમતા  શિલ્ડ  આ વર્ષે પ્રાપ્ત થયા છે

જેમાં વાણિજ્ય  વિભાગ, સિવિલ એન્જીનીયરીંગ શિલ્ડ, અમદાવાદ-એકતા નગર જનશતાબ્દી એક્સપ્રેસની શ્રેષ્ઠ જાળવણી બદલ પ્રથમ પુરસ્કાર, અમદાવાદ બી.જી.ડેપોને બેસ્ટ ટ્રોફી અને  રોકડ પુરસ્કાર, ભીલડી રનીંગ રૂમને શ્રેષ્ઠ જાળવણી બદલ લોલીંગ શિલ્ડ અને પ્રથમ રેન્કની ટ્રોફી અને રોકડ પુરસ્કાર, પશ્ચિમ રેલ્વેમાં સર્વાધિક લદાન માટે, વેસ્ટ લોડિંગ પ્રયાસ શિલ્ડ રાજભાષા અને ઈએનએચએમ  ટ્રોફી મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે આ ઉપરાંત આંતર વિભાગીય સ્વચ્છતા શિલ્ડ અને સિગ્નલ તથા ટેલિકોમ શિલ્ડ પણ મંડળને અન્ય મંડળની સાથે સહયોગથી પ્રાપ્ત થયા છે. પશ્ચિમ રેલવેમાં અમદાવાદ મંડળે મહત્તમ શિલ્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત 17 જેટલા અધિકારીઓ/કર્મચારીઓને વ્યક્તિગત પુરસ્કાર આપવામાં આવ્યા છે.

આજે અમે વિભાગીય સ્તરે વર્ષ 2021-22 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને પુરસ્કાર આપવા માટે અહીં હાજર છીએ. આ દરમિયાન, હું મારા કર્મચારીઓને કહેવા માંગુ છું કે ઈનામ એ કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા કામનો પુરસ્કાર નથી, પરંતુ તે તેના માટે પ્રોત્સાહન છે જેથી તે વધુ સારું કામ કરી શકે અને અન્ય સહકાર્યકરોને ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે પ્રેરણા મળી શકે.

Advertisement
67th Rail Week Ceremony by Ahmedabad Division

મંડળ રેલ પ્રબંધક જૈને આ પ્રસંગે એવોર્ડ મેળવનાર રેલ્વે કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં વધુ સારી કામગીરી કરવા પ્રેરણા આપી હતી

આ દરમિયાન એક રસપ્રદ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, અમદાવાદના પ્રમુખ ગીતિકા જૈન, અધિક મંડળ રેલ પ્રબંધક અનંત કુમાર, અધિક વિભાગીય રેલવે પ્રબંધક પરિમલ શિંદે, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી અને રેલ કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે મદદનીશ કર્મચારી અધિકારી વૈભવ ગુપ્તાએ આભાર વ્યકત કર્યો હતો. મહેકમ વિભાગની કલ્યાણ ટીમ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો..The monsoon will start early: ઝડપથી મળશે કાળઝાળ ગરમીમાંથી રાહત, આ વર્ષે વહેલુ શરુ થશે ચોમાસું- હવામાન વિભાગે લગાવ્યુ અનુમાન

Advertisement
Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Copyright © 2022 Desh Ki Aawaz. All rights reserved.