diverted train

Ahmedabad-Kolkata Express diverted route: અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ડાયવર્ટ રૂટ પર દોડશે

Ahmedabad-Kolkata Express diverted route: જબલપુર ડિવિઝનમાં નૉન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ડાયવર્ટ રૂટ પર દોડશે

અમદાવાદ, 08 માર્ચ: Ahmedabad-Kolkata Express diverted route: પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની-સિંગરૌલી સેક્શનમાં ડબલિંગના સંબંધમાં ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જે આ મુજબ છે:

  • 15 માર્ચ 2023ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસને તેના નિર્ધારિત માર્ગ કટની મુડવારા-ચૌપન-ગઢવા રોડને બદલે ડાયવર્ટ માર્ગ વાયા કટની મુડવારા-પ્રયાગરાજ છિવકી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન-ગઢવા રોડના માર્ગે દોડશે.
  • 18 માર્ચ 2023ના રોજ કોલકાતાથી ઉપડતી ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટને બદલે ગઢવા રોડ-ચૌપન-કટની મુડવારાને બદલે ડાયવર્ટ માર્ગ વાયા ગઢવા રોડ-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જં.-પ્રયાગરાજ છિવકી-કટની મુડવારાના માર્ગે દોડશે.

યાત્રીઓને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરવા વિનંતી કરવામાં આવે છે.ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે  મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો:-Kiren Rijiju Statement: કિરેન રિજિજુએ રાહુલ ગાંધીને દેશની એકતા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો

Advertisement
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો