Train ladies passenger

Change in departure time of trains: અમદાવાદ મંડળથી આવનારી/જનારી કેટલીક ટ્રેનોના વડોદરા સ્ટેશન પર પ્રસ્થાન સમયમાં થશે ફેરફાર, વાંચો…

Change in departure time of trains: આ પરિવર્તન ડિઝલ લોકો થી ઈલેક્ટ્રિક લોકો લગાવવા તેમજ વડોદરા સ્ટેશન ઉપર ટ્રેનોનું દબાણ ઓછું કરવા માટે કરવામાં આવી રહ્યું છે

અમદાવાદ, 29 નવેમ્બર: Change in departure time of trains: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી આવનારી/જનારી કેટલીક ટ્રેનોના વડોદરા સ્ટેશનથી પ્રસ્થાન સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ પરિવર્તન ડિઝલ લોકો થી ઈલેક્ટ્રિક લોકો લગાવવા તેમજ વડોદરા સ્ટેશન ઉપર ટ્રેનોનું દબાણ ઓછું કરવા માટે કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેનોની વિગતો આ પ્રકારે છેઃ

  1. ટ્રેન નંબર 22907 મડગાંવ-હાપા સુપરફાસ્ટ એક્સપ્રેસનો 02 ડિસેમ્બરથી વડોદરા સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 01.43/01.53 કલાક ને બદલે 01.43/01.46 કલાકનો રહેશે.
  2. ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ સુપરફાસ્ટ એક્સપ્રેસનો 07 ડિસેમ્બરથી વડોદરા સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 04.58/05.08 કલાક ને બદલે 04.58/05.03 કલાકનો રહેશે.
  3. ટ્રેન નંબર 20924 ગાંધીધામ-તિરૂનેલવેલી એક્સપ્રેસનો 05 ડિસેમ્બરથી વડોદરા સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 10.50/11.00 કલાક ને બદલે 10.50/10.55 કલાકનો રહેશે.
  4. ટ્રેન નંબર 20923 તિરૂનેલવેલી-ગાંધીધામ એક્સપ્રેસનો 01 ડિસેમ્બરથી વડોદરા સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 19.56/20.06 કલાક ને બદલે 19.56/20.01 કલાકનો રહેશે.

યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરી પોતાની યાત્રા દરમિયાન ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખે.

આ પણ વાંચો: Shaktisinh gohil targets BJP: ભાજપા દ્વારા હલકી કક્ષાની રાજનીતિ થઇ રહી: શક્તિસિંહ ગોહિલ

Advertisement
Gujarati banner 01

Copyright © 2022 Desh Ki Aawaz. All rights reserved.