Four trains partially diverted: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેનો આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
Four trains partially diverted; લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેનો આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
રાજકોટ, 18 માર્ચ: Four trains partially diverted: લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે., રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે:
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:
• ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 20.03.2023 ના રોજ અને ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 24.03.2023 ના રોજ વાયા વારાણસી-પરતાપગઢ-લખનૌ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અકબરપુર અને અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.
• ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ 22.03.2023 ના રોજ અને ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 18.03.2023 ના રોજ વાયા વારાણસી-લખનૌ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
આ પણ વાંચો:–Bad breath tips: શું લોકો શ્વાસની દુર્ગંધને કારણે તમારાથી દૂર ભાગી જાય છે? જાણો એને દૂર કરવાનો ઘરેલું ઉપાય