Girdharnagar Bridge Closed

Girdharnagar Bridge Closed: ગિરધરનગર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રહેશે, વાંચો વિગતે…

Girdharnagar Bridge Closed: 14 જૂન સુધી ગિરધરનગર બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ રહેશે

અમદાવાદ, 01 જૂનઃ Girdharnagar Bridge Closed: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના રોડ ઓવર બ્રિજ નંબર 729/A ગિરધરનગર બ્રિજ કિમી 497/12-14 પર આર સી.સી રેલીંગ ને દૂર કરીને તેના સ્થાને હળવા વજનના મટીરીયલ વાળી રેલીંગ લગાવવામાં આવશે. જેના કારણે આ બ્રિજ તાત્કાલિક અસરથી 14 જૂન સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

આ સમયગાળા દરમિયાન કાલુપુર બાજુથી આવતા રોડ યુઝર્સનો ટ્રાફિક ઈદગાહ સર્કલ, અસારવા બ્રિજ, અસારવા ચકલા, સિવિલ હોસ્પિટલ અને અસારવા થઈને જઈ શકાય છે.

શાહીબાગ તરફથી આવતો ટ્રાફિક ગિરધરનગર સર્કલ મહાકાળી મંદિરથી ગિરધરનગર હાઉસિંગ સોસાયટી પ્રિતમપુરા બલિયાલીમડી થઈને અસારવા અને સિવિલ હોસ્પિટલ તરફ જઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો… Review meeting of Technical Education Dept: ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો