RJT health chekup

Health checkup camp: મહિલા રેલવે કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન

Health checkup camp: રાજકોટ ડીવીઝનલ રેલવે હોસ્પિટલ ખાતે મહિલા રેલવે કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન

રાજકોટ, 06 માર્ચ: Health checkup camp: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજકોટ ડિવિઝન માં 1 માર્ચ થી 9 માર્ચ, 2023 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા મુજબ, આ ક્રમમાં રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલ ખાતે તાજેતરમાં મહિલા રેલવે કર્મચારીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પ, માનસિક તણાવનું મેનેજમેંટ, બચ્ચાદાની અને સ્તન કેન્સર ની માહિતી આપવા માટે કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ ડિવિઝનના ચીફ મેડિકલ ઓફિસર ડો.રાજકુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજકોટ ડિવિઝનમાં સ્ટાફ બેનિફિટ ફંડના સહયોગથી મહિલા રેલવે કર્મચારીઓ માટે તાજેતરમાં રાજકોટ ડિવિઝનલ રેલવે હોસ્પિટલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં 24 પ્રકારના પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં બ્લડ ટેસ્ટ, બ્લડ પ્રેશર, પલ્સ રેટ, SPO2, ઊંચાઈ, વજન, ECG, BMI, જનરલ ચેકઅપ, બ્રેસ્ટ ચેકઅપ, જરૂરિયાત મુજબ સોનોગ્રાફી, પેપ સ્મીયર ટેસ્ટ, આંખની તપાસ, દાંતની તપાસ વગેરે કરવામાં આવ્યા હતાં અને જરૂરિયાત મુજબ સારવાર પણ કરવામાં આવી હતી.

Advertisement

રાજકોટ મંડળ ના મુખ્ય તબીબી અધિકારી ડો.રાજકુમાર દ્વારા માનસિક તણાવ શું છે અને માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું તે સ્ટ્રેસ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ વિષય સાથે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગાયનેકોલોજિસ્ટ ડો.કૃપાલી ભાયાણીએ સર્વાઈકલ કેન્સરના વહેલા નિદાન માટે પેપ સ્મીયર ટેસ્ટ, નિવારણ માટે રસીકરણ, સેલ્ફ સ્તન ચેકઅપ વગેરે વિશે માહિતી આપી હતી. 70 થી વધુ મહિલા કર્મચારીઓએ આ અદ્ભુત કાર્યક્રમનો લાભ લીધો હતો.

rjt rail health chekup

આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા રાજકોટના પ્રમુખ વિધુ જૈન, ઉપપ્રમુખ મીતા સૈની અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા ડિવિઝનલ રેલવે હોસ્પિટલની સમગ્ર ટીમે પોતાની સેવાઓ આપી હતી.

Advertisement

આ પણ વાંચો:Weather Changes in Gujarat: ગુજરાતના હવામાનમાં મોટા પલટો, ક્યાંક પુર ઝડપે પવન તો ક્યાંક વરસાદ તો ક્યાંક કરા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો