Okha-delhi sarai rohilla superfast special train: ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન લંબાવવામાં આવી, જાણો વિસ્તારે…
Okha-delhi sarai rohilla superfast special train: ઓખા-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ (દર મંગળવારે) જેને 28 જૂન સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે આગળ 5 થી 12 જુલાઈ સુધી લંબાવવામાં આવશે
રાજકોટ, ૦૨ જુલાઈ: Okha-delhi sarai rohilla superfast special train: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ ઓખા-દિલ્હી સરાઈ રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર દોડતી સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રીક્વન્સી લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
આ પણ વાંચો: Ahmedabad division freight revenue: અમદાવાદ મંડળે નૂર લોડિંગ રેવન્યુમાં કરોડોનો આંકડો પાર કર્યો, જાણો વિગતે…
ટ્રેન નંબર 09523/24 ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ
Advertisement
- ટ્રેન નંબર 09523 ઓખા-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ (દર મંગળવારે) જેને 28 જૂન સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે આગળ 5 થી 12 જુલાઈ સુધી લંબાવવામાં આવશે.
- ટ્રેન નંબર 09524 દિલ્હી સરાઈ રોહિલા-ઓખા સ્પેશિયલ (દર બુધવારે) જેને 29મી જૂન સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે આગળ 6 થી 13 જુલાઈ સુધી લંબાવવામાં આવશે..
ટ્રેન નંબર 09523 માં ટિકિટોનું બુકિંગ PRS ઓફિસ અને IRCTC વેબસાઇટ પર શરૂ છે. ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.