Train affected News: બરૌની સ્ટેશન ઉપર બ્લોક થવાને કારણે આ બંને ટ્રેનો પ્રભાવિત રહેશે, જાણો…
Train affected News: બરૌની સ્ટેશન ઉપર બ્લોક થવાને કારણે અમદાવાદ-બરૌની એક્સપ્રેસ અને ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત રહેશે
અમદાવાદ, 29 નવેમ્બર: Train affected News: પૂર્વ મધ્ય રેલવેના બરૌની સ્ટેશન પર નવી લૂપ લાઇન કમિશનિંગના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે. આને લીધે અમદાવાદ-બરૌની એક્સપ્રેસ અને કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત રહેશે. જે આ પ્રકારે છેઃ
શોર્ટ ટર્મિનેટ ટ્રેન:
- 4 ડિસેમ્બર થી 6 ડિસેમ્બર સુધી અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ટ્રેન દાનાપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે.
- 6 ડિસેમ્બર થી 8 ડિસેમ્બર સુધી બરૌનીથી ઉપડતી ટ્રેન નંબર 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ બરૌનીને બદલે દાનાપુર સ્ટેશનથી ઓરિજનેટ (આરંભ) થશે.
ડાયવર્ટ ટ્રેન:
Advertisement
- 7 ડિસેમ્બર થી કામાખ્યાથી ઉપડતી ટ્રેન નંબર 15668 કામાખ્યા ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા ખગડિયા-મુંગેર-કિઉલના રસ્તે આવશે.
ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઇને જોઈ શકે છે.
Advertisement