train 7

Train Route Change: અમદાવાદ-દરભંગા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે

અમદાવાદ, 13 માર્ચ: Train Route Change: પૂર્વોત્તર રેલવેના મઉ-શાહગંજ સેક્શનમાં દ્વિકરણ કામના સંબંધમાં નોન ઈન્ટરલોકિંગ કામને લીધે અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે. જેનું વર્ણન નીચે મુજબ છે :

  • 17 માર્ચ 2024 ની ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ પોતાના નિર્ધારીત માર્ગ શાહગંજ-મઉ ના સ્થાને પરિવર્તિત માર્ગ શાહગંજ-જૌનપુર-ઔંડિહાર-મઉ ના રસ્તે ચાલશે.
  • 19 માર્ચ 2024 ની ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ પોતાના નિર્ધારીત માર્ગ મઉ-શાહગંજના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા મઉ-ઔંડિહાર-જૌનપુર-શાહગંજના રસ્તે ચાલશે.
  • 15 માર્ચ 2024 ની ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન પોતાના નિર્ધારીત માર્ગ મઉ-શાહગંજ-અયોધ્યા કેન્ટના સ્થાને પરિવર્તિત માર્ગ છપરા-ભટની-ગોરખપુર-મનકાપુર-અયોધ્યાના રસ્તે ચાલશે.

આ પણ વાંચો:- NHAI Updates FASTag Provider List : NHAIની સુધારેલી યાદી મુજબ હવે આ બેંકો અથવા NBFCs FASTag સેવા ઉપલબ્ધ રહેશે- વાંચી લો લિસ્ટ

ટ્રેનોના માર્ગ, રોકાણ અને સંરચનાના સંબંધમાં વિસ્તૃત જાણકારી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in  પર જઈને અવલોકન કરી શકે છે.

Advertisement
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો