passenger train 6

WR Special Train: પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ-લક્ષ્મીબાઈ નગર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

WR Special Train: મુંબઈ સેન્ટ્રલ-લક્ષ્મીબાઈ નગર સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ 30 સપ્ટેમ્બર ના રોજ 21.35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે લક્ષ્મીબાઈ નગર પહોંચશે

મુંબઈ, 28 સપ્ટેમ્બરઃ WR Special Train: મુસાફરોની સુવિધા માટે અને ઈદ-એ-મિલાદ અને ગાંધી જયંતિ ના તહેવારો દરમિયાન વધારાની ભીડ ઘટાડવાના હેતુથી, પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને લક્ષ્મીબાઈ નગર વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનો ચલાવશે.

પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે….

  1. ટ્રેન નંબર 09053/09054 મુંબઈ સેન્ટ્રલ-લક્ષ્મીબાઈ નગર સુપરફાસ્ટ સ્પેશિયલ (02 ટ્રીપ્સ)

ટ્રેન નંબર 09053 મુંબઈ સેન્ટ્રલ-લક્ષ્મીબાઈ નગર સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ 30 સપ્ટેમ્બર ના રોજ 21.35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે લક્ષ્મીબાઈ નગર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09054 લક્ષ્મીબાઈ નગર-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ 1 ઓક્ટોબર ના રોજ લક્ષ્મીબાઈ નગરથી 16.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 05.20 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

Advertisement

રૂટમાં આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, દાહોદ બંને દિશામાં., રતલામ, ઉજ્જૈન અને દેવાસ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 09053 અને 09054 માટે બુકિંગ 29 સપ્ટેમ્બર થી તમામ PRS કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. સ્ટોપઓવર સમય અને કનેક્ટિવિટી સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry ની મુલાકાત લઈ શકે છે. Indianrail.gov.in પર જઈ શકો છો.

આ પણ વાંચો… Dal Price cheaper: ટામેટા-ડુંગળી બાદ હવે દાળ પણ થશે સસ્તી, સરકારે ભર્યું આ પગલું…

Advertisement
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો