Banner Anant Patel

અનંત પટેલ(Anant patel)ની કલમે… કેટલીક સ્વાભાવગત વિશિષ્ઠતાઓ…

અનંત પટેલ(Anant patel)ની કલમે… હળવી શૈલીમાં લેખ

Banner Anant Patel

દરેક મનુષ્યમાં સ્વાભાવિક રીતે જન્મ જાત કેટલીક વિશિષ્ઠતાઓ જોવા મળતી હોય છે અમે આવી વિશિષ્ઠતાઓ જે આજકાલના જુવાનિયાઓ તેમ જ અન્યોના  મોઢે  સાંભળી  છે તેનો ચિતાર આપવા માગીએ છીએ જે કદાચ તમને વાંચવાનું કે સાંભળવાનું ગમશે જ…

૧. કોઇ પડોશી વૃધ્ધને  ઘરે જવાની વાત થતી હોય ત્યારે એ વ્યક્તિના સ્વભાવથી પરિચિત યુવાન લોકો આવું આવું બોલતા હોય છે,

          ” યાર ત્યાં જઇને શું કરશો, અલ્યા એ તો ચાનો ય ભાવે પૂછે એવાં નથી !!! હાળી હાવ લુખ્ખી પાર્ટી છે…” ત્યાં તરત બીજો કહેશે ,

Whatsapp Join Banner Guj

               ” ના યાર, હાવ કંઇ એવાં નથી, એ કાકાને તો ચા પીવડાવવી હોય પણ  આંટી આગળ  એમનું જરાકે ય ચાલે જ નહિ..પછી એ ય બિચારા શું કરે.?? “

૨. તો વળી બીજે ક્યાંક અંકલ બહુ ખરાબ હોય ને આન્ટી બહુ ગુણવાન હોય..તો આવું સાંભળવા મળે,,,

          ” હાળો એ કાકો જ મારો બેટો મખ્ખીચૂસ છે, આન્ટી જો એમના કહ્યા વગર ચા બનાવે તો એમને ખખડાવ્યા વિના રહે જ નહિ.. “

      અહીં  વાત કરનાર જુવાન  પેલા વૃધ્ધ માટે કાકો શબ્દ તોછડાઇથી વાપરે અને પાછુ ‘ મારો બેટ્ટો ‘  એમ બોલે જાણે એ ભાઇ એ વૃધ્ધ કરતાં ઉંમરમાં મોટો ના હોય…….આપણને એમ થાય કે આમને વિવેક કોણ  શીખવાડશે ??

૩.કેટલાક જુવાનિયાની ભાષામાં જોરદાર મજાકીયાં ઉચ્ચારણો સાંભળવા મળે છે જેમ કે,

             ” અલિ એ લાજવંતી, હેંડને હવે શરમાયા વગર..”  

           કોઇ શરમાળ છોકરાને/મિત્રને  આ રીતે ઝાટકતા હોય છે.

               ” મગજની નસ છો હોં બાપુ તમે તો…” જ્યારે કોઇ એની વાત  માનતું ના હોય તો આવો શબ્દ પ્રયોગ સંભળાય છે..

   ” અરે ભઇ બંધ કરને…. તેં  તો યાર બહુ ચલાવ્યું…મગજની ……. “

Whatsapp Join Banner Guj

                 કોઇ લીધી વાત મૂકતું ન હોય ત્યારે એનાથી કંટાળી જનાર ગુસ્સે થઇ આવું સંભળાવતા હોય છે. યુવાન છોકરીઓ કેવા પ્રકારની કોમેન્ટ કરે છે તે સાંભળવાનું અમે સ્વવિવેક જાળવીને ટાળ્યું છે છતાં ય કોઇ અમને લખી મોકલશે તો અમને આનંદ થશે…

૪. આમાં ગૃહિણિઓ/ બેનોના સ્વભાવ ઉપર તો એક મહાગ્રંથ લખી શકાય એવું છે, થોડાક નમૂના જોઇએ,

            ” મને તો ભઇશાબ માર હાથની જ રસોઇ ભાવે, બીજે ખઇ લઇએ પણ મનમાં શાંતિ ન થાય… “

          આ જ બેનને કોઇ જમણવારમાં એ જમતા હોય ત્યારે છાના માના એમની આજુ બાજુ જઇ એમની થાળી પર અને એમની ખાવાની સ્ટાઇલ જોઇ આવજો…મારે કંઇ કહેવું જ નહિ પડે…

           તો વળી ક્યાંક વગર પૂછે આવી ય સલાહ અપાતી હોય ,,,,,

            ”  જો બેન આ તો તું મારી અંગત છે એટલે તને સલાહ આપું છું કે વહુને બહુ છૂટ ના આપવી, બહુ એનાં વખાણ પણ ના કરતી  નકર એ તને જ ભારે પડશે…..”

              હવે ભાઇ એણે ક્યાં તારી સલાહ માગી છે ? અને તું બેન તારું ઘર સાચવને, બીજાની ચિંતા શું કામ કરે છે ? તને તારી વહુ કેટલી ભારે પડી છે એની વાત માંડને…ઘણી બધી બેનોને તો એ બીજાને સલાહ ન આપે કે ચુગલી બુગલી ના કરે ત્યાં સુધી ચેન જ પડતું નથી. કશી ખણખોદ ન કરી હોય તો એમનો ચહેરો પણ ભારેખમ લાગશે બોલો….

           તમારી આજુ બાજુમાં કે ઘરમાં ચૂપચાપ અવલોકન કરજો મારી વાત ઝડપથી સમજાઇ જશે……..

Whatsapp Join Banner Guj

૫. તો વળી કેટલાક ઉંમરલાયક પણ જાત જાતની વર્તણૂંક કરતા હોય છે, જેવી કે,

— ગુંદરીયા મહેમાનોને ઉઠાડવા એ વારે ઘડીએ ખુરશીમાંથી ઉભા થઇ બહાર જાય અને પાછા આવવાની પ્રવૃત્તિ  કરવા લાગે છે,

— વારે ઘડીએ ફોન ઉપાડી વોટ્સ અપ જોયા કરે છે,

— મહેમાનની વાતમાં ટાપશી પૂરાવતા નથી ને તે સાંભળી ના સાંભળી કરે છે,

— ઘણી વહુઓ  નાનાં બાળકોને તોફાન મસ્તી કરવા દે છે અને પછી ધોલ ધપાટ  કરીને ભેંકડા  તણાવતી હોય છે.. કે જેથી એ બધુ જોઇને પેલા મહેમાન કંટાળીને ઉભાથાય…

           બસ ત્યારે, આ વાંચીને તમને તમારી આજુ બાજુમાં થતી આવી ઘણી બધી કોમેન્ટ યાદ આવી જ જવાની છે એટલે અમે હવે આટલેથી અટકીએ છીએ…

આ પણ વાંચો…

AMC Election:ભાજપને હરાવીશું એમ કહેનારા ઓવેસીના પક્ષને લઘુમતી વિસ્તારોમાંથી પણ ઉમેદવારો શોધતા ફાંફા પડ્યા..!