Banner Anant Patel

અનંત પટેલની કલમેઃ કૂપન ચોંટાડો….. ફ્રી ગિફ્ટ મેળવો..

Banner Anant Patel

લેખનું શીર્ષક વાંચી તમને થશે આ તો ક્યાંક વાંચ્યું છે… હા તામારી વાત બિલકુલ સાચી છે, તમને જે યાદ આવ્યું છે તે બરાબર જ યાદ આવ્યું છે…કોરોના મહામારી આવી તેના પહેલાં આપણાં મોટાં દૈનિકો દર બે મહિને એક ચાર્ટ છાપતાં હતાં અને પછી સળંગ સાઇઠ દિવસ સુધી છાપામાં દરરોજ એક એક ગિફ્ટ કૂપન છાપતા હતા જે આપણે પેલા ચાર્ટમાં ચોંટાડીને છાપા જ્યારે ઇનામ વિતરણની તારીખ જાહેર કરે ત્યારે સહુ છાપાએ જણાવેલ સરનામે પેલો કૂપન છાપેલો ચાર્ટ લઇને જતા અને નક્કી કરાયેલ ગિફ્ટ છાપાવાળા પેલો ચાર્ટ લઇને એના બદલામાં બધાને આપતા હતા…

Whatsapp Join Banner Guj

મોટા ભાગની ગૃહિણિઓને આ મફત મળતી ગિફ્ટ મેળવવાનો જબરદસ્ત ક્રેઝ હતો ને એને લીધે ચાર્ટ પ્રગટ થયાથી માંડીને નિયત તારીખે ગિફ્ટ મળે ત્યાં સુધી દરેક ઘરમાં આને માટે જે કંઇ ધમાલ કે ચિંતા જોવા મળતી કે અનુભવાતી એને શેર કરવાની ઇચ્છાથી અહીં મૂકીએ છીએ તો આ વાંચીને તમને તે અંગેના પોતાના અનુભવો વાગોળવા મળશે એટલું તો નક્કી છે જ ,

  • પ્રગટ થયેલ ચાર્ટ કાળજી પૂર્વક કાપીને ગડી વાળ્યા સિવાય પલંગમાં ગાદલાની નીચે હળવે રહીને મૂકી દેવો…..
  • દરરોજ પ્રગટ થતી કૂપનો કાપીને એક બોક્સમાં સાચવીને એકત્ર કરે જવું, કેટલીક ગૃહિણિઓ રોજ રોજ કૂપન કાપવાની કડાકૂટને બદલે બધાં છાપાંને જ સાચવીને રાખતી અને પછી એક જ દિવસે કૂપનો કાપવાનું અને ચોંટાડવાનું ઓપરેશન હાથ ધરાતું.. પતિદેવને મને કે કમને આ ઓપરેશનમા6 ફરજિયાત રીતે જોદાવું જ પડતું……
  • બે મહિનાના સાઇઠ દિવસ દરમિયાન જો બે ચાર દિવસ બહાર જાય તો છાપાવાળાને પેપર બંધ કરવાનું ન કહે અને બહારથી આવીને જે હાલતમાં પેપર પડ્યાં હોય તેમાંથી સાચવીને (ખૂબ જ કીમતી હોય એ રીતે ) કૂપનો કાપી લેવી પડતી…
  • આ ગિફ્ટ્ની પ્રથા જ્યારે નહોતી ત્યારે બહારગામ જાય એટલા દિવસ લોકો પેપર બંધ કરાવતા અને એટલા પૈસા બિલમાંથી બચાવતા એ લાભ આ યોજનાથી લોકોએ ગુમાવેલ પણ છાપાવાળા માટે તો એ ફાયદાકરક નીવડેલ..
  • આમ છતાં તમને નિરાશ ન કરાય એવા આશયથી દરેક છાપાવાળા પાછી બોનસ કૂપન પણ છાપતા જેનો તમે કોઇપણ તારીખના ખાનામાં ઉપયોગ કરી શકતા,
Whatsapp Join Banner Guj
  • કૂપનો ચોંટાડવા માટે પાંચ પાંચ રૂપિયાની કિંમતની સરસ નાની નાની પ્લાસ્ટિકની ગુંદરની બોટલો પણ ખૂબ વેચાવા મંડેલી…
  • ગિફ્ટ તરીકે મળતી વસ્તુની કોઇકોઇ સોસાયટીમાં ભેગી થઇને બેસતી ગૃહિણિઓમાં ( ગુણવત્તા બાબતની ) રસપ્રદ ચર્ચા પણ થતી…..તમે એની કલ્પના કરી શકો છો…
  • આ મફતમાં મળતી ગિફ્ટ મેળવવા લગભગ દરેક ગૃહિણિ ખૂબ જ એલર્ટ રહેતી, જેવું આ અંગે એ કશુંક વાંચે કે સાંભળે કે તરત જ એની અમલવારી માટે એમના જીવનસાથીએ એકપણ દલીલ કર્યા વગર તૈયાર રહેવું પડતું….
  • કોરોના આવવાને કારણે છાપાંની આ ગિફ્ટ કૂપનની પ્રથા બંધ થઇ છે એ બદલ કેટલાક પતિદેવો ખાનગીમાં રાહત અનુભવીને ખબ ખુશ થયા છે અને કોરોનાનો મનોમન આભાર માનતા હોવાનુ અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે……!!!!!
    બસ ત્યારે ધન્યવાદ.

આ પણ વાંચો...

હેલ્થ ટિપ્સઃ વધારે પડતી ઊંઘથી રહે છે જોખમી! જાણો ઉંમર પ્રમાણે કેટલી ઊંઘ લેવી