CM bhupendra Patel

CM New year plan: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નૂતન વર્ષ પ્રારંભે વૃદ્ધાશ્રમના વડીલો સાથે લેશે ભોજન

CM New year plan: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અનોખી વડીલ વાત્સલ્ય વંદના; વિક્રમ સંવત ૨૦૮૦ ના નૂતન વર્ષ પ્રારંભે વૃદ્ધાશ્રમના વડીલો સાથે ભોજન લેશે

  • CM New year plan: ૧૪ જેટલા વિવિધ વૃદ્ધાશ્રમોમાં મુખ્યમંત્રી તરફથી નૂતન વર્ષે બપોરનું/સાંજનું ભોજન અપાશે

ગાંધીનગર, 13 નવેમ્બર: CM New year plan: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના સરળ, સહજ અને સાલસ વ્યક્તિત્વથી સૌના ભુપેન્દ્ર પટેલ બની રહ્યા છે અને જન જનને તેમની સંવેદનશીલતાનો અવારનવાર અનુભવ થતો રહે છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમની આ સંવેદનશીલતા સાથે વડીલ વાત્સલ્ય વંદનાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ૨૦૮૦ ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે મંગળવારે બપોરે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અમદાવાદના વાડજ ખાતેના વૃદ્ધાશ્રમના વડીલો સાથે બેસીને ભોજન લેશે તેમ જ તેમને સ્નેહભાવે ભોજન પીરસશે.

Bharat Sankalp Yatra: 15મી નવેમ્બરે પ્રધાનમંત્રી કરાવશે દેશવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ

અમદાવાદના જુદા જુદા વૃદ્ધાશ્રમના વડીલો પણ નૂતન વર્ષ દીપાવલીના પર્વમાં સહભાગી થઈને આ દિવસોમાં મિષ્ટાન સહિતનું ભોજન લઈ શકે તેવા ઉદાત ભાવથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તરફથી વિવિધ ૧૪ જેટલા વૃદ્ધાશ્રમોમાં નૂતન વર્ષ દિન નિમિત્તે બપોરનું/સાંજનું ભોજન પણ આપવામાં આવશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો