jitu vaghani

Education minister jeetu waghani statement: શિક્ષણમંત્રી વાઘાણીની જાહેરાત, આગામી શૈક્ષણિક વર્ષથી અમલ ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય ભણાવાશે

Education minister jeetu waghani statement: કેશુભાઈથી શરૂ થયેલી ભુપેન્દ્ર ભાઈ સુધીની સરકારમાં શિક્ષણને વેગ મળ્યો: શિક્ષણ મંત્રી જીતુ વઘાણી

અહેવાલ: પ્રીતિ સાહૂ

ગાંધીનગર, ૧૭ માર્ચ: Education minister jeetu waghani statement: ગુજરાત વિધાનસભામાં શિક્ષણ વિભાગની વર્ષ ૨૦૨૨-૨૩ની માંગણીઓ પરની ચર્ચા માટે શિક્ષણમંત્રી અંદાજપત્રીય પ્રવચન (Education minister jeetu waghani statement) આપ્યું હતું. તેમણે આ સમયે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે. જેનો આગામી શૈક્ષણિક વર્ષથી અમલ કરાશે. જ્યારે ધો.6 થી ગણિત-વિજ્ઞાનનાં પાઠ્ય પુસ્તકનો અમલ કરવા વિચારણા કરવામાં આવી છે.

શિક્ષણ મંત્રી જીતુ વઘાણી એ જણાવ્યું હતું કે, કેશુભાઈથી શરૂ થયેલી ભુપેન્દ્ર ભાઈ સુધીની સરકારમાં શિક્ષણને વેગ મળ્યો છે. પહેલા વિપક્ષે પણ કર્યું હશે. જેને તાયફા કહેવાતા હતા, તેમાં હવે વાલીઓ દીકરીને સ્કૂલે મોકલે છે. વોટબેંકની રાજનીતિ નથી. નરેન્દ્ર મોદીએ દીકરીઓને ભણાવવાની ભીખ પણ માંગી હતી.અહીંયા પણ હાથ ઊંચા કારાવીએ તો ખબર પડે કે કેટલા 8 ધોરણ સુધી ભણ્યા છે. શિક્ષકો, ઓરડાની ઘટની વિપક્ષે વાત કરી છે. ભૂતકાળમાં જેવી સ્થિતિ હશે તેવું તે સરકારે કર્યું હશે.

આ પણ વાંચો: ‘Asni’ storm may come bay of bengal: બંગાળની ખાડીમાં આવી શકે છે ‘અસની’ તોફાન, હવામાન વિભાગે જારી કરી ચેતાવણી

શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એવી વાતો થઈ. 754 શાળા એક શિક્ષકની કેહવાઈ છે, આવી શાળાઓમાં નજીકની શાળામાંથી શિક્ષકની વ્યવસ્થા કરી છે. જે શાળા માં 7,9,15,18 વિદ્યાર્થીઓ હોય ત્યાં શિક્ષકો અપાય? 583 શાળામાં નજીકની શાળામાંથી શિક્ષક જાય છે. 171 પ્રાથમિક શાળામાં 20 થી પણ ઓછા વિદ્યાર્થીઓ છે. શિક્ષણ મંત્રીએ 1993-1994 ના શિક્ષકો,શાળાની ઘટના આંકડા રજૂ કર્યા હતા.

વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગની માંગણી પરની ચર્ચા દરિમયાન કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે જણાવ્યું હતું કે શિક્ષકોને રાજકીય કાર્યક્રમોમાંથી મુક્તિ આપો, સરકારી શાળાઓના મામલે દિલ્હીના આપ મોડેલને ગુજરાત સરકારે અનુસરવું જોઈએ. ધારાસભ્યોના એક વર્ષના પગાર જમા લઈ લો પણ શાળાઓ અને શિક્ષણને સુધારો.કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં જણાવ્યું હતું કે, શિક્ષણના મામલે ભાજપ અને કોંગ્રેસ ભૂલીને ભવિષ્યની પેઢીની ચર્ચા કરવી જોઈએ.

Gujarati banner 01