5

આર્થિક તંગી હોય તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, થશે ધનમાં વૃદ્ધિ

5

અમદાવાદ,16 ડિસેમ્બરઃ સામાન્ય રીતે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે તેઓ ગમે તેટલુ કમાય પરંતુ તેમના ધનમાં વૃદ્ધિ જ થતી નથી. એટલે કે આર્થિક તંગીનો સતત અનુભવ થાય છે. જો સતત તમારી સાથે પણ કંઇક આવું જ થતું હોય તો ચોક્કસ વાસ્તુ દોષ હોઇ શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં હવા, પાણી અને અગ્નિ ઉર્જાઓની વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. આ ઉર્જાઓમાં સંતુલન બનાવવાનું મુખ્ય કારણે વિવિધ પ્રકારના યોગ બનાવવાનું હોય છે. એવી માન્યતા છે કે વાસ્તુ શાસ્ત્રમાં ઉપાય ખૂબ જ અસરદાર હોય છે. તેથી જ તેના ઉપાયોથી બનાવવામાં આવેલ યોગના અસફળ થવાની સંભાવનાઓ પણ ખૂબ જ ઓછી હોય છે. તો આવો જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આર્થિક તંગીને દૂર કરવા માટે શું કરવું જોઇએ.

whatsapp banner 1

કરો આ ઉપાય-

  • વાસ્તુશાસ્ત્ર મુજબ, દરવાજા પર લાલ રંગની ડોરી લગાવવું અત્યત શુભ અને સરળ ઉપાય છે. આ સરળ ઉપાય કરવાથી ઘરમાં ધન વર્ષાના યોગ બનાવી શકાય છે. કોશિશ કરોં કે, તમે દરવાજાની જમણી બાજુ અને લાલ રંગની દોરી બાંધો.
  • વાસ્તુ અનુસાર, જ્યારે ઘરમાં ધન આગમના યોગ બનવાના શરૂ થઈ જાય છે, તો ધીમી ગતિથી થોડા-થોડા પૈસા ઘરમાં આવી ચાલતુ જાય છે. કહેવામાં આવે છે કે, જે લોકો ઓછા પૈસાને જોઈને મોઢુ બનાવે છે, તેમની પાસે અપાર ધન આવી શકતું નથી. તેથી ઓછા પૈસાને પણ ખુશીની સાથે એક્સેપ્ટ કરવાનું શીખો. એક્સપર્ટ જણાવે છે કે, તેનાથી ઘરમાં નેગેટિવ પરિસ્થિતિ બનેલી રહે છે અને ઘરમાં ધન પ્રાપ્તિના યોગ પણ બનતા રહે છે.
  • ઘણા લોકોના ઘરમાં ફળ અને ખાવા-પીવાની વસ્તુ એમ જ પડેલી સડતી રહે છે. કહેવામાં આવે છે કે, આ સ્થિતિ બનવાથી ઘરમાં નેગેટિવ ઉર્જા એકત્રિત થઈ જાય છે અને ધન આગમન પર રોક લાગી જાય છે. તેથી કોશિશ કરો કે, તમારા ઘરમાં જે પણ સડેલા ખાદ્ય પદાર્થ હોય તેને બહાર કાઢો અને આગામી વખતે તે જ વસ્તુને લાવો જેને ખાઈને પણ ખતમ કરી શકાય છે.
  • ઘરમાં ક્યારેય બંધ ઘડિયાળ ન રાખવી, આમ કરવાથી તમારો સમય સ્તેથગિત થઇ જાય છે, કોઇપણ રીતે તમારો વિકાસ થઇ શક્તો નથી.
  • ક્યારેય કોઇના ચંપલ ઘરમાં ન રાખવા જોઇએ. આમ કરવાથી માનવામાં આવે છે કે તમે જે-તે વ્યક્તિની પનોતીને પોતાની પાસે બોલાવી રહ્યાં છો.

આ પણ વાંચો….

શિયાળામાં ઇમ્યુનિટી વધારવા માટે ખાઓ આમળા, સ્વાસ્થ્ય માટે લાભદાયી- જાણો ફાયદા