pjimage 1 1557192310 edited

કેટરીનાએ ભૂલથી પોસ્ટ કરી દીધો વિક્કી સાથે નો ફોટો, પછી તરત જ ડિલિટ કર્યો- જુઓ તે ફોટો

pjimage 1 1557192310 edited

મુંબઇ, 04 જાન્યુઆરીઃ છેલ્લા કેટલાય સમયથી વિક્કી કૌશલ અને કેટરીના સાથે જોવા મળે છે. શો કોફી વિથ કરણના શોમાં કેટરીનાએ વિકી કૌશલના વખાણ કર્યા બાદ આ બંને વચ્ચે મિત્રતા ખૂબ ગાઢ બની ગઇ છે. વિક્કી કૌશલ અને કેટરીના કૈફ પાછલા ઘણા સમયથી તેમના રિલેશનશિપના કારણે ચર્ચામાં છે.

whatsapp banner 1

જો કે બંનેમાંથી કોઇએ અત્યાર સુધી રિલેશનને એક્સેપ્ટ નથી કર્યુ. આ ઉપરાંત બંનેએ નવુ વર્ષ પણ એકસાથે સેલિબ્રેટ કર્યુ. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ હતી. કેટરીના કૈફે પોતાની બહેનનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, પરંતુ તે ફોટોમાં તેની બહેનની પાછળના ગ્લાસમાં વિક્કી કૌશલની એક ઝલક દેખાઇ ગઇ.

Katrina Kaif Vicky Kaushal

જ્યારે કેટરીનાને આ વિશે ખ્યાલ આવ્યો તો તેણે તરત જ આ તસવીર ડીલીટ કરી નાંખી હતી પરંતુ ત્યાં સુધીમાં આ તસવીર વાયરલ થઇ ચુકી હતી. ઉલ્દલેખનીય છે, કે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં વિક્કી કૌશલને જ્યારે કેટરીના કૈફ સાથે તેના રિલેશન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, હું મારી પર્સનલ લાઇફને સીક્રેટ રાખુ છુ તેથી હું કંઇ નહી કહુ.

આ પણ વાંચો…

હું કોરોના વેક્સિનનું સ્વાગત કરું છું, પણ હું વેક્સિનેશન લઇશ નહીંઃ રામદેવ બાબા