ખેલો ઈન્ડિયા- 2021માં સામેલ થયા મલ્લકમ્ભ,થાંગ-તા, ગતકા અને કલરીપાયટ્ટુ જેવી સ્વદેશી રમતો

નવી દિલ્હી, 22 ડિસેમ્બરઃ ખેલ મંત્રાલયે ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ 2021માં ચાર દેશી રમતોના સમાવેશને મંજૂરી આપી દીધી છે. જેમાં ગતકા, કલરીપાયટ્ટુ, થાંગ-તા અને મલ્લખમ્ભ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યું છે. ખેલો ઇન્ડિયામાં યૂથ ગેમ્સનું આયોજન હરિયાણાના પંચકુલામાં થવાનું છે. કેન્દ્રીય રમત ગમત પ્રધાન કિરણ રિજિજુએ કહ્યું કે, ‘ભારતને દેશી રમતગમતનો એક સમૃદ્ધ વારસો છે અને આ રમતોની જાળવણી કરવી, પ્રોત્સાહન આપવું અને લોકપ્રિય કરવું એ રમત મંત્રાલયની પ્રાથમિકતા છે.’

તેઓ એ કહ્યું, ‘ખેલા ઈન્ડિયા ગેમ્સ કરતાં વધુ સારું પ્લેટફોર્મ ક્યાંય નથી, જ્યાં આ રમતોના એથલીટ ભાગ લઈ શકે. મને આ ઘોષણા કરતા અત્યંત આનંદ થાય છે કે યોગાસનની સાથે સાથે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021માં ચાર દેશી રમતોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.’ કલરીપાયટ્ટુએ એક ભારતીય માર્શલ આર્ટ છે, જેનું મૂળ આધુનિક કેરળમાં છે અને તે વિશ્વભરમાં રમાય છે. સ્વદેશી રમત મલ્લખમ્ભ એક પરંપરાગત રમત છે જેમાં એક જિમ્નાસ્ટ એરિયલ યોગ કરે છે. તે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અત્યંત લોકપ્રિય છે.

whatsapp banner 1

ગતકાએ શસ્ત્રો પર પંજાબનું પરંપરાગત માર્શલ આર્ટ સ્વરૂપ છે. આત્મરક્ષણની સાથે સાથે તેનો ઉપયોગ રમતમાં પણ કરવામાં આવે છે. થાંગા-તા પણ માર્શલ આર્ટનું એક ભારતીય સ્વરૂપ છે, જે પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ઉત્પન્ન થયું છે. થાંગા-તા માર્શલ આર્ટ્સના હ્યુયેન લેંગ્લોન રૂપનું સશસ્ત્ર લડાઇ ઘટક છે.

આ પણ વાંચો…

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં વડાપ્રધાને કહ્યું: AMUમાં છે એક મિની ઇન્ડિયા