parthivpatel 1588862878 edited

પાર્થિવ પટેલે નિવૃત્તિની કરી જાહેરાતઃ 18 વર્ષની કારકિર્દી બાદ, ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

parthivpatel 1588862878 edited

અમદાવાદ,09 ડિસેમ્બરઃ ભારતીય ટીમના ક્રિક્ટેર પાર્થિવ પટેલે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 35 વર્ષીય પાર્થિવ પટેલે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 જેટલી ટી-20 મેચો ટીમ ઈન્ડિયા માટે રમી છે. 18 વર્ષની કારકિર્દી બાદ પાર્થિવે અચાનક જ નિવૃત્તિની જાહેરાત કરી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે ગુજરાત માટે 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે.

ભારતની ટીમમાંથી પાર્થિવને રમવાની પહેલી તક 2002માં મળી હતી. તે વખતે તેણે સૌથી નાની વયના વિકેટકિપરનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. પાર્થિવે જ્યારે ભારતીય ટીમમાં ડેબ્યુ કર્યું ત્યારે તે વખતે ફક્ત 17 વર્ષ અને 153 દિવસની ઉંમરનો હતો. રણજી ટ્રોફીમાં તેણે નવેમ્બર 2004માં ડેબ્યુ કર્યું હતું.

whatsapp banner 1

17 વર્ષની ઉંમરે ટેસ્ટ કારકિર્દીમાં ડેબ્યુ કરનારા પાર્થિવ પટેલે પોતાની કરિયરમાં 31.13ની સરેરાશથી 934 રન કર્યા. જેમાં 6 અડધી સદી સામેલ છે. તેણે 62 જેટલા કેચ કર્યા અને 10 સ્ટમ્પ આઉટ કર્યા.પાર્થિવે પોતાની વનડે કરિયરમાં 23.74ની સરેરાશથી 4 અડધી સદીની મદદથી 736 રન કર્યા. તેણે 30 કેચ કર્યા અને 9 સ્ટમ્પ આઉટ પણ કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો…

ખેડૂત નેતાઓએ કહ્યું- કૃષિ આંદોલન ચાલુ જ રહેશે, 14 ડિસેમ્બરના રોજ દેશભરમાં કરશે ધારણા-પ્રદર્શન

Advertisement