cs benefits of vegetarian diet high cholesterol 1440x810 1

શાકાહારી તથા આ બ્લડ ગ્રુપ ધરાવનારા લોકોમાં કોરોનાનો ભય ઓછો જોવા મળ્યોઃ રિસર્ચ

cs benefits of vegetarian diet high cholesterol 1440x810 1

નવી દિલ્હી, 18 જાન્યુઆરીઃ દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાને માત આપવા રસીકરણની પણ શરુઆત થઇ ગઇ છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ દ્વારા પોતાની અંદાજે 40 સંસ્થાઓમાં કરેલા અખિલ ભારતીય સીરોસર્વે અનુસાર ધુમ્રપાન કરતા લોકો અને શાકાહારીઓમાં ઓછી સીરો પોઝિટિવીટી જોવા મળી છે અને એ દર્શાવે છે કે, તેમને કોરોના વાયરસથી સંક્રમિત થવાનું ઓછુ જોખમ રહેલુ છે.

સર્વેમાં એવું પણ જાણવા મળ્યુ છે કે, બ્લડ ગ્રુપ ‘O’ વાળા લોકો સંક્રમણ સામે ઓછા સંવેદનશીલ હોય છે. જ્યારે ‘B’ અને ‘AB’ બ્લડ ગ્રુપ વાળા લોકોને વધારે જોખમ ઉભુ થાય છે. તેમણે પોતાના સંશોધનમાં લેબોરેટરીમાં કામ કરતા 10,427 વયસ્ક વ્યક્તિઓ અને તેમના પરિવારના સભ્યોના સ્વૈચ્છિક આધારે નમૂના લીધા હતા. IGIB દિલ્હી દ્વારા સંચાલિત સ્ટડીમાં કહેવાયુ છે કે, 10,427 વ્યક્તિઓમાંથી 1,058 (10.14%)માં એસએઆરએસ-સીઓવી-2 પ્રત્યે એન્ટીબોડી હતી.

Whatsapp Join Banner Guj

રિસર્ચ દરમિયાન જાણવા મળ્યુ છે કે, ધૂમ્રપાન કરતા લોકોમાં સીરો પોઝિટીવ હોવાની સંભાવના ઓછી છે. સામાન્ય વસ્તીમાં આ પ્રથમ રિપોર્ટ છે, અને તેનો પુરાવો છે કે, કોવિડ શ્વસન સંબંધિત બિમારી હોવા છતાં તે ધૂમ્રપાનથી બચાવકારી હોય શકે છે. આ સંશોધનમાં ફ્રાન્સના બે સ્ટડી અને ઈટલી, ન્યૂયોર્ક અને ચીનમાંથી આવા પ્રકારના રિપોર્ટનો હવાલો આપવામાં આવ્યો છે. જેમાં ધૂમ્રપાન કરતા લોકોમાં સંક્રમણ ઓછુ જોવા મળ્યુ છે.

આ પણ વાંચો….

દેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 24 હજારથી વધુ રસી અપાઇ, 447 લોકોમાં રસી પછી પ્રતિકૂળ અસરો જોવા મળી: આરોગ્ય મંત્રાલય