News Flash 05

Bomb Threat In Delhi NCR Schools: દિલ્હી-NCRની અનેક શાળાઓમાં બોમ્બની ધમકી, તમામ શાળાઓમાં અપાઇ રજા

Bomb Threat In Delhi NCR Schools: દિલ્હી બાદ નોઈડા ડીપીએસમાં પણ બોમ્બની ધમકી મળી છે, ત્યારબાદ તમામ ડીપીએસ સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે.

whatsapp banner

નવી દિલ્હી, 01 મેઃ Bomb Threat In Delhi NCR Schools: રાજધાની દિલ્હીમાં અચાનક જ અફરાતફરીનો માહોલ સર્જાય છે. દિલ્હીની ઘણી શાળાઓમાં બોમ્બ હોવાના સમાચાર આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. બોમ્બ કોલ બાદ તરત જ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. જ્યાંથી ફાયર ટેન્ડર, દિલ્હી પોલીસ અને એન્ટી બોમ્બ સ્ક્વોડના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

હાલ સમગ્ર શાળામાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાના બાળકોને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે. નોઈડાની એક શાળામાં બોમ્બની ધમકી પણ મળી છે.

પહેલી માહિતી દિલ્હીના દ્વારકાની ડીપીએસ સ્કૂલમાંથી આવી છે, જ્યાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા હતા. આ પછી સ્કૂલ પ્રશાસને તરત જ પોલીસને જાણ કરી અને બાળકોને ઘરે પરત મોકલી દીધા. સુરક્ષાકર્મીઓ સાથે બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સમગ્ર શાળામાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. બીજો મામલો પૂર્વ દિલ્હીના મયુર વિહાર સ્થિત મધર મેરી સ્કૂલનો છે. બાળકોને પણ અહીંથી પરત મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- New Rules From 1st May: આજથી બદલાઇ ગયા નિયમો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 19 રૂપિયાનો થયો ઘટાડો- વાંચો વિગત

દિલ્હી બાદ નોઈડા ડીપીએસમાં પણ બોમ્બની ધમકી મળી છે, ત્યારબાદ તમામ ડીપીએસ સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. આ માટે પ્રિન્સિપાલ દ્વારા તમામ બાળકોના વાલીઓને મેસેજ મોકલવામાં આવ્યો છે જેમાં શાળામાં રજાના સમાચાર આપવામાં આવ્યા છે. નોઈડાની તમામ ડીપીએસ સ્કૂલોમાં પોલીસ ફોર્સ મોકલવામાં આવી છે અને સ્કૂલોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

પ્રિન્સિપાલ ઓફિસ તરફથી વિદ્યાર્થીઓના વાલીઓને એક મેસેજ જારી કરવામાં આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે ઈમરજન્સીના કારણે સ્કૂલ બંધ રાખવામાં આવી રહી છે. આ મેસેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે જોડાયેલ ઈમેલ મળવાની પણ માહિતી આપવામાં આવી છે. સંદેશમાં લખવામાં આવ્યું છે કે સુરક્ષાના કારણોસર બાળકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે. બાળકોને તે તમામ શાળાઓમાં પરત મોકલી દેવામાં આવ્યા છે જ્યાં બોમ્બ સંબંધિત માહિતી મળી છે. તમામ સ્થળોએ પોલીસ ફોર્સ મોકલવામાં આવી છે. કેસની તપાસ કરવામાં આવી રહી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો