gst

GST Collection: GST કલેક્શને રચ્યો ઇતિહાસ, પહેલીવાર આવકનો આંકડો રૂ. 2.10 લાખ કરોડને પાર થયો

GST Collection: ગત માર્ચ 2024માં GST રેવન્યુ કલેક્શન વાર્ષિક ધોરણે 11.5 ટકાના વધારા સાથે 1.78 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું

whatsapp banner

બિઝનેસ ડેસ્ક, 01 મેઃ GST Collection: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ક્ષેત્રે એક નવો વિક્રમ રચાયો છે. ગત મહિને એટલે કે, એપ્રિલ 2024માં અત્યાર સુધીનું સૌથી વધુ GST રેવન્યુ કલેક્શન પ્રાપ્ત થવા પામ્યું છે. એપ્રિલ 2024માં થયેલ જીએસટીની આવકનો આંકડો રૂ. 2.10 લાખ કરોડને પાર કરી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલમાં થયેલી આવકને વાર્ષિક ધોરણે ગણીએ તો કુલ આવકમાં 12.4%નો વધારો થવા પામ્યો છે.

રિફંડ આપ્યા બાદ નેટ GSTની આવક ₹1.92 લાખ કરોડ રહેવા પામી છે. જેમાં વાર્ષિક ધોરણે 17.1%નો વધારો ગણી શકાય છે. એપ્રિલ, 2024ના મહિનામાં કેન્દ્ર સરકારે IGST થી CGST નુ ₹50,307 કરોડ અને SGST નું ₹41,600 કરોડની પતાવટ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત માર્ચ 2024માં GST રેવન્યુ કલેક્શન વાર્ષિક ધોરણે 11.5 ટકાના વધારા સાથે 1.78 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

આ પણ વાંચો:- Bomb Threat In Delhi NCR Schools: દિલ્હી-NCRની અનેક શાળાઓમાં બોમ્બની ધમકી, તમામ શાળાઓમાં અપાઇ રજા

નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ GSTનું કલેક્શન રૂ. 20.18 લાખ કરોડ થયું હતું, જે અગાઉના વર્ષે રૂ. 20 લાખ કરોડની થયેલી આવક કરતાં 11.7 ટકાનો વધારો દર્શાવે છે. આ નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષની સરેરાશ રૂ. 1.5 લાખ કરોડ કરતાં વધુ છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો