Train ac coach

Bhuj-Bareilly Express changed: ભુજ-બરેલી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે

google news png

અમદાવાદ, ૨૨ જૂન: Bhuj-Bareilly Express changed: ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં અલવર-રેવાડી સેક્શનના અનાજ મંડી રેવાડી ખાતે રેલવે ક્રોસિંગ નં. 61 પર અંડરપાસ (RUB) ના બાંધકામ માટે બ્લોકને કારણે, ભુજ-બરેલી-ભુજ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.

  • 26 જૂન, 2024ના રોજ ભુજથી દોડતી ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ફુલેરા-જયપુર-અલવર-રેવાડી ને બદલે પરિવર્તિત માર્ગ વાયા ફુલેરા-રીંગસ-રેવાડી થઈને દોડશે. આ સમય દરમિયાન, આ ટ્રેન રિંગસ અને નારનોલ સ્ટેશનો પર રોકાશે.
  • 27 જૂન, 2024ના રોજ, બરેલીથી દોડતી ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ રેવાડી-અલવર-જયપુર-ફૂલેરા ને બદલે પરિવર્તિત માર્ગ વાયા રેવાડી-રીંગસ-ફૂલેરા થઈને દોડશે. આ સમય દરમિયાન, આ ટ્રેન નારનોલ અને રિંગસ સ્ટેશન પર રોકાશે.

આ પણ વાંચો:- Ahmedabad-Gorakhpur Express changed route: અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો