Breaking news 02

Surat Traffic Police Acion: સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા 483 વાહન ચાલકોના લાયસન્સ રદ્ કરવા RTOમાં રીપોર્ટ

Surat Traffic Police Acion: સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા આઠ દિવસ દરમિયાન ૪૮૩ વાહન ચાલકોના લાયસન્સ રદ્ કરવા RTOમાં રીપોર્ટ કરવામાં આવ્યોઃ

google news png

સુરત, 22 જૂન: Surat Traffic Police Acion: સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા રોંગ સાઈડમાં વાહન ચલાવનારા ચાલકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરમાં કુલ ૮૦ ટીમો બનાવી દરેક રિજન સર્કલ અને સેમી સર્કલ તરફથી રોંગ સાઈડ ૧૫મી જુનથી ૨૨મી જુન આઠ દિવસ દરમિયાન ૧૭૨૧ વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા હતા.

જયારે ૪૮૩ રોંગ સાઈડમાં વાહન ચલાવનારા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ રોંગ સાઈડ થી જે પણ અકસ્માતો થાય છે તે અકસ્માતોમાં ઘટાડો કરવા માટે સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જો કોઈ પણ વાહન ચાલક અવારનવાર રોંગ સાઈડ પર જશે તો તેઓના લાયસન્સ સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:- Ahmedabad Crime Branch seized liquid drugs: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 3.50 કરોડનું લિકિવડ ડ્રગ્સ પકડી પાડયું

પરંતુ સુરત શહેર ટ્રાફિક શાખા તે અકસ્માત ઘટાડા કરવાના ભાગરૂપે રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોને સૌપ્રથમ જાગૃત કરવામાં આવશે અને ત્યારબાદ જો અવારનવાર કોઈ વાહન ચાલક રોંગ સાઈડ પોતાનું વાહન ચલાવશે તો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો