rjt World Hepatitis Day

World Hepatitis Day: વિશ્વ હિપેટાઈટીસ દિવસ નિમિત્તે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન

World Hepatitis Day: રાજકોટ ડિવિઝનલ રેલ્વે હોસ્પિટલ દ્વારા વિશ્વ હિપેટાઈટીસ દિવસ નિમિત્તે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન

રાજકોટ, 30 જુલાઈ: World Hepatitis Day: રાજકોટ ડિવિઝન દ્વારા તાજેતરમાં ડિવિઝનલ રેલ્વે હોસ્પિટલ, રાજકોટ ખાતે ‘વિશ્વ હેપેટાઇટિસ ડે’ નિમિત્તે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય તબીબી અધિક્ષક ડો.રાજ કુમારે રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને હેપેટાઈટીસ વિશે મહત્વની માહિતી આપી હતી.

આ પણ વાંચો:- Rajkot Coaching Depot: રાજકોટ કોચિંગ ડેપો ને એનાયત કરવામાં આવી પ્રતિષ્ઠિત શિલ્ડ

વાઈરલ હેપેટાઈટીસના પ્રકારો, કારણો, ચિહ્નો અને તેના ઉપાયો અને નિવારણ તેમજ તેને લગતી સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ સમજાવ્યા બાદ ડો.રાજ કુમારે જણાવ્યું હતું કે સારવાર મહત્વપૂર્ણ છે અને નિવારણ માટે રસીકરણ કરવું જ જોઈએ. આ કાર્યક્રમમાં 75 જેટલા લોકો હાજર રહ્યા હતા.

Rakhi Sale 2024 ads

આ કાર્યક્રમમાં ડો.અરુણ, ડો. પ્રણવ અને રેલ્વેના અન્ય તમામ ડોકટરો હાજર રહ્યા હતા અને હોસ્પિટલના વોર્ડ ઈન્ચાર્જ, નર્સો, ફાર્માસિસ્ટ અને તમામ પેરામેડિકલ સ્ટાફ અને તેમના પરિવારજનોએ માહિતી મેળવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન મુખ્ય નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ શ્રીમતી અવની ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *