RJT Partition horror memorial day

RJT Partition Horror Memorial Day: રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા 5 રેલ્વે સ્ટેશનો પર ફોટો પ્રદર્શન નું આયોજન

google news png

રાજકોટ, 14 ઓગસ્ટ: RJT Partition Horror Memorial Day: રાજકોટ ડિવિઝન ના 5 રેલ્વે સ્ટેશનો પર “પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે” ની થીમ પર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગલા દરમિયાન વિસ્થાપિત થયેલા લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 ઓગસ્ટે “પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે” મનાવવામાં આવે છે. આ પ્રસંગે ડિવિઝન ના રાજકોટ, જામનગર, ખંભાળિયા, મોરબી અને સુરેન્દ્રનગરના 5 રેલવે સ્ટેશન પર ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:- 78th Independence Day: હું તો બહુ જ દેશપ્રેમી છું……વૈભવી જોશી

રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વનીકુમારે રાજકોટ સ્ટેશન પર આયોજીત પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને ઉપસ્થિત લોકોને સંબોધતા તમામ મુસાફરોને પ્રદર્શનની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. આ દરમિયાન રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલ કુમાર ચૌબે, સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર મનીષ મહેતા અને અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ અને મુસાફરોએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રદર્શન 14મી અને 15મી ઓગસ્ટ, 2024ના બે દિવસ માટે તમામ મુલાકાતીઓ માટે નિઃશુલ્ક ખુલ્લું રાખવામાં આવ્યું છે.

Rakhi Sale 2024 ads

તેમજ રાજકોટ ડિવિઝન માં “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેનો હેતુ લોકોના મનમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો અને જનભાગીદારીની ભાવના સાથે આઝાદીની 77મી વર્ષગાંઠની ઉજવણી કરવાનો છે. રાષ્ટ્રધ્વજ, ત્રિરંગાથી આપણને નવી ઉર્જા મળે છે.

હર ઘર ત્રિરંગા અભિયાનમાં રેલ્વે કર્મચારીઓ, તેમના પરિવારો અને સામાન્ય લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશનો પર જાહેરાતો દ્વારા લોકોને આ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો