Partition horror memorial day adi

ADI Partition Horror Memorial Day: અમદાવાદ મંડળ ના 9 રેલવે સ્ટેશનો પર ફોટો પ્રદર્શનનું આયોજન

ADI Partition Horror Memorial Day: પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે” નિમિત્તે અમદાવાદ મંડળ ના 9 રેલવે સ્ટેશનો પર ફોટો પ્રદર્શનનું આયોજન

google news png

અમદાવાદ, 14 ઓગસ્ટ: ADI Partition Horror Memorial Day: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 14 મી ઓગસ્ટ 2024 ને લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં “પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે” તરીકે મનાવવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં અમદાવાદ મંડળ ના અમદાવાદ, સાબરમતી, મણિનગર, કલોલ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ, હિંમતનગર અને રાધનપુર સ્ટેશન પર ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંડળ રેલવે પ્રવક્તા અમદાવાદ એ માહિતી આપતાં જણાવ્યું હતું કે 14મી ઓગસ્ટે પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસ દેશના તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે.જેમણે અંધાધૂંધ નફરત અને હિંસાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો. મંડળના અમદાવાદ, સાબરમતી, મણિનગર, કલોલ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ, હિંમતનગર અને રાધનપુર સ્ટેશનો પર ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- VDR Partition Horror Memorial Day: વડોદરા મંડળ ના 06 રેલવે સ્ટેશનો પર ફોટો પ્રદર્શનનું આયોજન

ફોટો પ્રદર્શન એ લાખો નાગરિકોના હૃદયને હચમચાવી દેનારી પીડા અને મનમાં રહેલી વેદનાને પ્રકાશિત કરવા માટે ઇતિહાસના અવિશ્વસનીય તથ્યો દર્શાવે છે. જેમણે દેશના વિભાજન વખતે તેને સહન કર્યું. આ પ્રદર્શન પાછલી સદીમાં થયેલી માનવ વસ્તીના સૌથી મોટા વિસ્થાપનની યાદ અપાવે છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 14 ઓગસ્ટ, 2024ના રોજ, પાર્ટીશન હોરર્સ પ્રદર્શન કાર્યક્રમમાં સ્થાનિક અત્યંત આદરણીય સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને આમંત્રિત કરીને અમદાવાદ રેલવે મંડળ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

Rakhi Sale 2024 ads

સાથે જ મંડળ પર 9 થી 15 ઓગસ્ટ 2024 સુધી “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય લોકોના મનમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો અને જન -ભાગીદારી ની ભાવના સાથે સ્વતંત્રતાના અમૃત મહોત્સવના રૂપે મનાવવામા આવી રહ્યો છે. રાષ્ટ્રધ્વજ, ત્રિરંગાથી આપણને નવી ઉર્જા મળે છે. હર ઘર ત્રિરંગા અભિયાનમાં રેલ્વે કર્મચારીઓ, તેમના પરિવારો અને સામાન્ય લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સ્ટેશનો પર જાહેરાતો દ્વારા લોકોને આ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો