train 10

Janmashtami special train: અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવશે

Janmashtami special train: પશ્ચિમ રેલવે અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવશે

google news png

અમદાવાદ, 23 ઓગસ્ટ: Janmashtami special train: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમી તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે પ્રમાણે છે :

•ટ્રેન નંબર 09463/09464 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 2 ટ્રિપ)

ટ્રેન નંબર 09463 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 26 ઓગસ્ટ 2024 (સોમવાર) ના રોજ અમદાવાદથી 17.10 કલાકે ઉપડશે તથા બીજા દિવસે સવારે 03.10 કલાકે ઓખા પહોંચશે. આ રીતે ટ્રેન નંબર 09464 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 27 ઓગસ્ટ 2024 (મંગળવાર) ના રોજ ઓખાથી સવારે 05:30 કલાકે ઉપડશે તથા એ જ દિવસે 15:00 કલાકે અમદાવાદ પહોંચશે.

આ પણ વાંચો:- Randhan Chhath 2024: રાંધણ છઠ અને સાતમના આપણી સંસ્કૃતિમાં કેટલા મહત્વ છે; જાણીએ આ લેખમાં..

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળીયા અને દ્વારકા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 3 સ્લીપર ક્લાસના કોચ અને 10 જનરલ ક્લાસના કોચ હશે.

ટ્રેન નંબર 09463/09464 નું બુકિંગ તારીખ 24.08.2024 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના માર્ગ, સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Rakhi Sale 2024 ads
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો