108 kid born

Heart-touching incident: 108 માત્ર નંબર નહીં, સેવા માનવતાનો વાહક પણ છે

google news png

અહેવાલ: હિમાંશુ ઉપાધ્યાય
અમદાવાદ, 05 સપ્ટેમ્બર:
Heart-touching incident: શનિવાર સાંજે 5:50 કલાકે 108 ની કચેરીમાં એક ફોન રણકે છે… ફોન કરનાર કહે છે કે, ‘નરોડા બસ સ્ટેન્ડના કચરાના ડબ્બામાં એક નવજાત બાળકી મળી છે..’ બસ આટલું સાંભળતા જ કુદરતી કે કૃત્રિમ આપત્તિમાં સદાય સેવા તત્પર એવી 108નું તંત્ર તરત જ હરકતમાં આવ્યું,ફોન મળતાં ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સ નરોડા બસ સ્ટેન્ડ પહોંચી અને તરત જ બાળકને સિવિલ કેમ્પસમાં 1200 બેડની હોસ્પિટલમાં દાખલ કરાયું..

આજે રોકેટની ઝડપે ચાલતી જિંદગીમાં માનવતા મરી પરવારી હોય તેવી એક ઘટના સામે આવી છે. ગુજરાતની જીવા દોરી સમાન ગણાતી 108 એમ્બ્યુલન્સ સેવામાં આજે એક એવો વધુ કેસ નોંધાયો હતો કે જેમાં 108 ના સેવા તંત્રએ નવજાત બાળકીને બચાવવાનું સેવા કાર્ય નિભાવ્યું છે.

BJ ADS

ઘટનાની જાણકારી મુજબ નરોડા લોકેશનના ઇએમટી મનીષા મકવાણા તથા પાયલોટ જયેશભાઈ ને એક કોલ એવો મળેલો હતો કે જેમાં કોલર (ફોન કરનાર) ના જણાવ્યા મુજબ નરોડા બસ સ્ટેન્ડમાં કચરાના ડબ્બામાં એક નવજાત શિશુ બાળકી પડી છે. જાણકારી મળતા જ 108 એમ્બ્યુલન્સ પાંચ થી છ મિનિટની અંદર ઘટના સ્થળે પહોંચી… માત્ર એક દિવસની નવજાત બાળકીના કુમળા ચહેરા પર ઘસરકા પડેલા જણાયા હતા. ઘટના સ્થળે જ સારવાર અપાઈ અને તરત જ એમ્બ્યુલન્સમાં લઈ લેવાઈ… તેને એમ્બ્યુલન્સમાં ઓક્સિજનની મદદથી સારવાર આપતા આપતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 1200 બેડ માં લઈ જવાઈ… છેલ્લી માહિતી પ્રમાણે આ બાળકી હાલ સ્વસ્થ છે.

આ પણ વાંચો:- Ambaji Padyatra in World Book of Records: ડૉ. પંકજ નાગરની ૩૬ વર્ષની અવિરત અંબાજી પદયાત્રાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન

આ નવજાત બાળકીને ત્યજી દેવાનો માતાને જીવ કેમ ચાલ્યો હશે ? કુદરતની લીલા જુઓ એક માતાએ ત્યજી દીધી અને એમ્બ્યુલન્સમાં ઇએમટી મનિષાબેને માતા સ્વરૂપે સારવાર આપે અને હોસ્પિટલમાં દાખલ કરી છે અને કદાચ હોસ્પિટલમાં પણ નર્સ સ્વરૂપે અનેક માતાઓ બાળકીની દેખરેખ રાખી રહી હશે… ‘રામ રાખે તેને કોણ ચાખે’ આવી કહેવતો કદાચ આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને જ પડી હશે..

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *