Cleanliness is Service Campaign

Cleanliness is Service Campaign: 2024: રાજકોટ રેલ્વે ડિવિઝનમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન: 2024’ની ઉજવણી કરવામાં આવશે

Cleanliness is Service Campaign: 2024: રાજકોટ રેલ્વે ડિવિઝનમાં 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા અભિયાન: 2024’ની ઉજવણી કરવામાં આવશે

google news png

રાજકોટ, 16 સપ્ટેમ્બર: Cleanliness is Service Campaign: 2024: દર વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે રેલ્વે સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવે છે. આ વખતે રાજકોટ રેલવે ડિવિઝનમાં આ વિશેષ સ્વચ્છતા અભિયાન 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2જી ઓક્ટોબર સુધી ચાલશે. આ વખતે સ્વચ્છતા હી સેવા અભિયાનની થીમ ‘સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા’ રાખવામાં આવી છે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવશે.

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજકોટ ડિવિઝનમાં રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વિનીકુમારના માર્ગદર્શન હેઠળ અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. રેલ્વે સ્ટેશન, ઓફિસ, રેલ્વે કોલોની, હેલ્થ યુનિટ અને રેલ્વે ટ્રેકમાં શ્રમદાન દ્વારા સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો:- Swamiji ni vani Part-35: એ દુષ્કર્મ કરી રહ્યો છે અને તેથી તે સુખી છે તેવું કદી કહી ન શકાય.

આ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ કામદારો અને તેમના પરિવારોના લાભાર્થે આરોગ્ય તપાસ શિબિરોનું આયોજન કરવામાં આવશે. સાયક્લોથોન, રમતગમતની સ્પર્ધાઓ અને વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવશે. સ્ટેશનો પર સેલ્ફી પોઈન્ટ લગાવવામાં આવશે.

યાત્રીઓ અને કર્મચારીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવશે

સ્વચ્છતા સંકલ્પ અને નુક્કડ નાટક યોજીને મુસાફરો અને કર્મચારીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવશે. રેલ્વે સ્ટેશનો અને અન્ય રેલ્વે પરિસરમાં ઝીરો વેસ્ટ પહેલ જેવી ઘટનાઓને હાઇલાઇટ કરવામાં આવશે અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા શેર કરવામાં આવશે. રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોમાં જાગૃતિ ફેલાવવા માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો