rjt cable chor

Proceedings of Rajkot Division RPF: આરપીએફ સ્ટાફે રૂ. 1.70 લાખના OHE વાયરની ચોરી કરનાર લોકોની કરી ધરપકડ

google news png


રાજકોટ, 22 સપ્ટેમ્બર: Proceedings of Rajkot Division RPF: રાજકોટ ડિવિઝનના રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) સ્ટાફની તકેદારીના કારણે હાપા યાર્ડમાંથી રેલવે ઈલેક્ટ્રીક લાઈનના OHE વાયરની ચોરી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં, થોડા દિવસો પહેલા, હાપા રેલ્વે સ્ટેશન યાર્ડની શન્ટીંગ લાઇનમાં 364.2 મીટર OHE (ઇલેક્ટ્રિક લાઇન ના ઓવર હેડ ઇક્વિપમેન્ટ) કેટેનરી અને 283.2 કિલો વજનના સંપર્ક વાયરની ચોરી ઝડપાઇ હતી, જેની કુલ કિંમત આશરે રૂ. 1.70 લાખ હતી.

મામલાની ગંભીરતા જોઈને રાજકોટ ના ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંઘના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી જેમાં આઈપીએફ હરિ પ્રકાશ વર્મા, આઈપીએફ-સીઆઈબી રાજકોટ ઋષિકાંત રાય અને ડિવિઝનલ ઇન્સ્પેક્ટર દીપક મરીચીને તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી.

વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે, RPF સ્ટાફે રેકી હાથ ધરીને હાપા રેલ્વે કોલોનીમાં IOW ઓફિસની પાછળ આવેલા ગટરમાં રેલવેના છુપાયેલા કોપર કોન્ટેક્ટ્સ અને કેટેનરી વાયર શોધી કાઢ્યા હતા અને એક આરોપીની ધરપકડ કરી હતી. સઘન પૂછપરછ બાદ વધુ બે આરોપીઓ શોધી કાઢવામાં આવ્યા હતા જેઓને પણ આરપીએફના સ્ટાફે ઝડપ્યા હતા.

પૂછપરછ દરમિયાન આ ત્રણેય શખ્સોએ કબુલ્યું હતું કે, તેઓએ રાત્રે હાપા રેલ્વે યાર્ડમાંથી રેલ્વેના OHE વિભાગના કોપર કોન્ટેક્ટ અને કેટેનરી વાયરની ચોરી કરી હતી અને તેમાંથી વીજ પ્રવાહ નજીકના કટર વડે કાપી નાખ્યો હતો અને બાદમાં ચોરી કરવાનો તેમનો પ્લાન હતો. તેણે ભંગારમાં વેચવાના ઈરાદા સાથે રેલ્વે કોલોની સ્થિત ગટરમાં સામગ્રી છુપાવી હોવાનું પણ કબૂલ્યું હતું.

BJ ADS

આરોપી પાસેથી 174 કિલો વજનના 102 નંગ કેટેનરી વાયરના 05 બંડલ અને 108 કિલો વજનના 06 અલગ અલગ સાઇઝ ના કેટેનરી વાયર અને 01 વાદળી રંગની તાર અંદાજીત કિંમત રૂ 2000/- ની રેલવે સંપતિ જપ્ત કરી હતી જેની કુલ કિંમત આશરે રૂ. 1.70 લાખ છે.

આરોપીઓને જામનગર પો.સ્ટે.માં લાવ્યા બાદ તેઓના નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમાર અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંઘે આરપીએફ દ્વારા ઝડપી કાર્યવાહીની પ્રશંસા કરી .

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો