Theft of diesel

Theft of diesel: ટ્રેનના ડીઝલ એન્જીનમાંથી ડીઝલની ચોરી કરનાર ચાર આરોપીઓની ધરપકડ

Theft of diesel: રાજકોટ સ્ટેશન યાર્ડમાં ટ્રેનના ડીઝલ એન્જીનમાંથી 425 લીટર ડીઝલની ચોરી કરનાર ચાર આરોપીઓની આરપીએફ સ્ટાફે કરી ધરપકડ

google news png

રાજકોટ, 05 ઓકટોબર: Theft of diesel: રાજકોટ ડિવિઝનના રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) સ્ટાફની સતર્કતાને કારણે રાજકોટ યાર્ડમાં ટ્રેનના ડીઝલ એન્જિનમાંથી 425 લીટર ડીઝલની ચોરી કરનાર ચાર આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં રાજકોટ રેલ્વે સ્ટેશન યાર્ડમાં ટ્રેનના ડીઝલ એન્જીનમાંથી ડીઝલની ચોરી થયાની માહિતી ટ્રેનના લોકો પાયલોટ દ્વારા આરપીએફ સ્ટાફને આપવામાં આવી હતી. જે મુજબ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલાની તપાસ માટે આરપીએફ સ્ટાફની વિશેષ ટીમ બનાવવામાં આવી હતી અને તુરંત જ મોટા પાયે તપાસ શરૂ કરવામાં આવી હતી.

આરપીએફ સ્ટાફ દ્વારા ઘટના સ્થળની આસપાસના વિસ્તારની તપાસ રેકી ના માધ્યમ થી હાથ ધરવામાં આવી હતી. ઊંડી તપાસ અને વિશ્વસનીય સુત્રો પાસેથી મળેલી માહિતીના આધારે રાજકોટ પોસ્ટના આરપીએફ સબ ઈન્સ્પેક્ટર અતુલકુમાર સિંઘ, આશિષ બિરલે, નરેન્દ્ર ગૌતમ, ક્રાઈમ બ્રાન્ચ રાજકોટના સબ ઈન્સ્પેક્ટર નિકુંજ પટેલ, રમેશ ચૈયા અને હેમંત ભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રઘુવીર જોગરાણા અને આજુ ભાઈએ શંકાસ્પદ બહારના લોકોને તપાસ માટે રાજકોટ પોસ્ટ પર બોલાવ્યા.

રાજકોટના રહેવાસી આ ચાર વ્યક્તિઓ (1) ફિરોઝ પુત્ર અયુબ ભાઈ જામનો (ઉંમર-28 વર્ષ), (2) સાહિલ પુત્ર યુનુસ ભાઈ (ઉંમર-27 વર્ષ), (3) ફૈઝલ પુત્ર ફિરોઝ ભાઈ (ઉંમર-29 વર્ષ) અને (4) સગીર છોકરો (ઉંમર – 17 વર્ષ) એ લાંબી પૂછપરછ બાદ પોતાનો ગુનો કબૂલી લીધો અને જણાવ્યું કે તેઓએ મોડીરાત્રે અન્ય મિત્ર મોહસીન સાથે રાજકોટ રેલ્વે સ્ટેશન યાર્ડ ની લાઈન નંબર 8 પર ઊભેલા રેલ્વે ડીઝલ એન્જિન ની ડીઝલ ટાંકીનું ઢાંકણું ખોલીને રબરની પાઇપની મદદથી ડીઝલની ચોરી કરી હતી. તેઓએ ચોરેલુ ડીઝલ પ્લાસ્ટિકના નવ કેરબામાં ભરીને ઓટો રીક્ષા અને ટુ-વ્હીલર સુઝુકી એક્સેસ માં મુકી મદ્રાસી ખાડા આજી નદી પાસેની ઝાડીઓમાં સંતાડી દીધું હતું.

BJ ADS

શંકાસ્પદ આરોપીએ આપેલી બાતમીના આધારે આરપીએફ સ્ટાફે આજી નદી પાસેની ઝાડીઓમાંથી સ્થળ પરથી ડીઝલ ભરેલા પ્લાસ્ટીકના 09 નંગ કેરબા કબજે કર્યા હતા, જેમાં 08 નંગ કેરબમાં જેમાં પ્રતિ કેરબા અંદાજે 50 લીટર ડીઝલ અને 01 નંગ કેરબામાં અંદાજે 25 લિટર ડીઝલ ભરેલું જોવા મળ્યું હતું. આરપીએફએ ચોરીમાં વપરાયેલ સુઝુકી એક્સેસ વાહન (લગભગ રૂ. 60,000/-ની કિંમત) અને 425 લિટર ડીઝલ (લગભગ રૂ. 38,675/-) સહિત કુલ રૂ. 1.28 લાખની કિંમતી વસ્તુઓ જપ્ત કરી લીધી છે . અન્ય ફરાર આરોપી મોહસીનની શોધ ચાલુ છે. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમાર અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર શ્રી કમલેશ્વર સિંઘે આરપીએફ દ્વારા ઝડપી કાર્યવાહીની પ્રશંસા કરી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો