Official Language Fortnight-2024: રાજકોટ રેલ્વે ડિવિઝન ખાતે રાજભાષા પખવાડા-2024 નો એવોર્ડ વિતરણ સમારોહ સંપન્ન

રાજકોટ, 11 ઓકટોબર: Official Language Fortnight-2024: રાજભાષા પખવાડાનું તાજેતરમાં ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમાર દ્વારા ઇનામ વિતરણ સાથે સમાપન થયું. આ પ્રસંગે અધિક મુખ્ય રાજભાષા અધિકારી, એડીઆરએમ કૌશલ કુમાર ચૌબે, રાજભાષા અધિકારી અતુલ ત્રિપાઠી, વિવિધ વિભાગોના શાખા અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ 14.09.2024 થી 30.09.2024 દરમિયાન ડિવિઝનલ રેલ્વે મેનેજર-ઓફિસ, રાજકોટમાં રાજભાષા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિવિઝનના વિવિધ વિભાગો અને ડિવિઝનના સ્ટેશન કર્મચારીઓએ ભાગ લીધો હતો. હિન્દી પખવાડા-2024 દરમિયાન, મંડળ ના રાજભાષા વિભાગમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દી નોટ ડ્રાફ્ટિંગ, હિન્દી નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, હિન્દી સાહિત્યિક પરિસંવાદ, હિન્દી વ્યાખ્યાન અને બાળકો માટે નિબંધ, કવિતા/ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દી પખવાડિયા દરમિયાન રેલવે કર્મચારીઓએ સ્વ-રચિત હિન્દી કવિતામાં ભાગ લીધો હતો.

હિન્દી પખવાડા દરમિયાન વિભાગના અધિકારીઓએ હિન્દી નિબંધ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારે તેમના સંબોધનમાં વિવિધ હિન્દી સ્પર્ધાઓમાં વિજેતા બનેલા રેલ્વે કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તમામ રેલ્વે કર્મચારીઓને તેમના રોજીંદા કામ હિન્દી ભાષામાં જ પૂર્ણ કરવા આહ્વાન કર્યું હતું. રાજકોટ ડિવિઝનના રાજભાષા અધિકારી અતુલ ત્રિપાઠીના આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું.