Katra station

Express Train diverted route: હાપા/જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

Express Train diverted route: 22 અને 23 ઓક્ટોબરની હાપા/જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

google news png

રાજકોટ, 21 ઓકટોબર: Express Train diverted route: ઉત્તર રેલ્વે માં સ્થિત જલંધર કેંટ સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન રિડેવલપમેન્ટના કામને કારણે 22 ઓક્ટોબર, 2024ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ અને 23 ઓક્ટોબર, 2024ના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ વાયા લુધિયાણા-ફિલ્લૌર-નકોદર-લોહિયાન ખાસ-કપૂરથલા-જલંધર સિટી થઈને દોડશે.

આ ટ્રેન જે સ્ટેશને નહીં જાય તેમાં જલંધર કેન્ટ નો સમાવેશ થાય છે.

મુસાફરો ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનો ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો