Rajkot Division Certificate of Recognition: ઉર્જા સંરક્ષણ માટે રાજકોટ ડિવિઝનને મળ્યો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ
Rajkot Division Certificate of Recognition: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનને વર્ષ 2024 માટે ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં તૃતીય પુરસ્કાર (માન્યતાનું પ્રમાણપત્ર) પ્રોજેક્ટ ‘ઓટોમેશન ઓફ અંડરગિયર લાઈટ્સ’ માટે મળ્યો

દિલ્હી, 17 ડિસેમ્બર: Rajkot Division Certificate of Recognition: બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE), પાવર મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ (NECA) 2024માં રાજકોટ ડિવિઝનએ તેની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનને વર્ષ 2024 માટે ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં તૃતીય પુરસ્કાર (માન્યતાનું પ્રમાણપત્ર) પ્રોજેક્ટ ‘ઓટોમેશન ઓફ અંડરગિયર લાઈટ્સ’ માટે મળ્યો છે.
14 ડિસેમ્બર, 2024 ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ઊર્જા મંત્રાલય દ્વારા આયોજિત એક ભવ્ય સમારંભમાં સચિવ (પાવર) પંકજ અગ્રવાલ દ્વારા રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (પાવર) રજની યાદવને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

રાજકોટ ડેપો ખાતે પીટલાઈન લાઈનમાં સ્થાપિત અન્ડરગિયર એલઈડી લાઈટોને સ્વાયત્ત રીતે ચલાવવા બદલ આ એવોર્ડ મળ્યો છે. પીટલાઇનના ઓટોમેશનનો હેતુ અલ્ટ્રાસોનિક ટેક્નોલોજી દ્વારા ભારતીય રેલ્વેના કોચિંગ ડેપોની પીટ લાઇનમાં ઊર્જા બચાવવાનો છે. આ પીટલાઈન ઓટોમેશનમાં 3 નં ના IP65 અલ્ટ્રાસોનિક સેન્સર છે જે પીટ લાઈનમાં સ્થાપિત અંડરગિયર લાઈટ્સને નિયંત્રિત કરે છે. આ સિસ્ટમ પીટ લાઇનના તે ભાગ પર તમામ અન્ડરગિયર લાઇટને બંધ કરે છે જેના પર પરીક્ષણ કરવા માટે કોઈ રોલિંગ સ્ટોક નથી, આમ ઊર્જા ખર્ચ બચે છે.
ઊર્જા અને પર્યાવરણ પર અસર
ઉપરોક્ત પિટલાઇન ઓટોમેશનને અમલમાં મૂકવાથી 1 પીટ લાઇન માટે લગભગ 504 KWH (યુનિટ) દર મહિને (6048 KWH પ્રતિ વર્ષ) ઊર્જા બચત થાય છે. આ પીટલાઈન ઓટોમેશનનો ઉપયોગ કરીને, ભારતીય રેલ્વેમાં પીટ લાઈનમાં અન્ડરગિયર લાઈટોને આપમેળે ઓપરેટ કરી શકાય છે. દર વર્ષે ઓછામાં ઓછા 180 ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાની ધારણા છે અને દર વર્ષે કુલ અપેક્ષિત ઉર્જા બચત 6048 KW અને દર વર્ષે પીટ લાઇન દીઠ રૂ. 51000/- ની બચત થશે.
આ પણ વાંચો:- Gujarat A.I Taskforce: ગુજરાતને વિકાસમાં અગ્રેસર રાખવાના વિઝન સાથે A.I ટાસ્કફોર્સની રચના
રાજકોટ ડિવિઝનના રેલ્વે મેનેજર અશ્વિની કુમારે રાજકોટ ડીવીઝનની આ મહત્વની સિદ્ધિ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને તેને રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓના સમર્પણ અને મહેનત નું પરિણામ ગણાવ્યું હતું.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો