Breaking news 02

Waqf Amendment Bill: વક્ફ સંશોધન બિલને સંસદની જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી આપી મંજૂરી

Waqf Amendment Bill: ભાજપ સાંસદો તરફથી 23 ફેરફારો અને વિપક્ષ તરફથી 44 ભલામણો રજૂ કરવામાં આવી હતી.

google news png

નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ Waqf Amendment Bill: સંસદની જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી (જેપીસી)એ વક્ફ બિલમાં સુધારા કરવા મંજૂરી આપી દીધી છે. જેમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા 14 સુધારાઓને મંજૂરી મળી છે. બીજી તરફ વિપક્ષ દ્વારા આપવામાં આવેલી તમામ ભલામણોને ફગાવી દેવામાં આવી છે. કુલ 67 પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપ સાંસદો તરફથી 23 ફેરફારો અને વિપક્ષ તરફથી 44 ભલામણો રજૂ કરવામાં આવી હતી.

વક્ફ બિલ સુધારા પર આજે સોમવારે સવારે 11 વાગ્યે યોજાયેલી જેપીસી બેઠકમાં પ્રત્યેક કલમો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એનડીએના તમામ 14 ફેરફારોના પ્રસ્તાવનો સ્વીકાર કરતાં જેપીસી અધ્યક્ષ જગદમ્બિકા પાલે જણાવ્યું હતું કે, ‘સમિતિ તરફથી કરવામાં આવેલા સંશોધન કાયદાને વધુ સારો અને અસરકારક બનાવશે. જ્યારે વિપક્ષે આ બિલની ટીકા કરતાં તેનાથી લોકતંત્રની પ્રક્રિયા બરબાદ થવાનો આરોપ મૂક્યો હતો.

છેલ્લા છ મહિનાથી 44 સુધારાઓ પર ચર્ચા થઈ રહી હતી. તમામ સભ્યો પાસેથી સુધારાઓ મગાવવામાં આવ્યા હતા. આજની અંતિમ બેઠકમાં બહુમતીના ધોરણે 14 સુધારાઓ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે વિપક્ષ દ્વારા સૂચવવામાં આવેલા સુધારાઓમાંથી 10 મત સમર્થનમાં અને 16 મત વિરોધમાં મળતાં તેને ફગાવી દેવામાં આવ્યા છે.’

પ્રસ્તાવમાં રજૂ કરવામાં આવેલા 14 સુધારાઓના નિર્ણયને અંતિમ સ્વરૂપ 29 જાન્યુઆરીએ આપવામાં આવશે. બાદમાં 31 જાન્યુઆરીના રોજ અંતિમ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. અગાઉ જેપીસીને આ મુદ્દે 29 નવેમ્બરે અંતિમ રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કરાયો હતો. પરંતુ બાદમાં ડેડલાઈન લંબાવી 13 ફેબ્રુઆરી કરવામાં આવી હતી.

View this post on Instagram

A post shared by Buyer Junction (@buyerjunction)

વક્ફ સંશોધન બિલમાં રજૂ કરવામાં આવેલા સુધારાઓ પર અભ્યાસ કરવા પૂરતો સમય મળ્યો ન હોવાની ફરિયાદો કરતાં વિપક્ષના 10 સાંસદોને જેપીસીએ સસ્પેન્ડ કર્યા હતાં. જેમાં બિલના સૌથી મોટા ટીકાકાર તૃણમુલ કોંગ્રેસના કલ્યાણ બેનરજી અને AIMIMના ઓવૈસી સામેલ હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો