Okha-Banaras Express changed route: ઓખા-બનારસ એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
Okha-Banaras Express changed route: ૨૭ ફેબ્રુઆરી ની ઓખા-બનારસ એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

રાજકોટ, 25 ફેબ્રુઆરી: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળાને ધ્યાનમાં રાખીને, ભીડ વ્યવસ્થાપન માટે, ઉત્તર મધ્ય રેલ્વેએ 27 ફેબ્રુઆરી, 2025 ના રોજ ઓખા-બનારસ એક્સપ્રેસ ટ્રેનને આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર ચલાવવાનો નિર્ણય લીધો છે.

ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ 27.02.2025 ના રોજ તેના નિર્ધારિત રૂટ વાયા કાનપુર-પ્રયાગરાજ-બનારસ ને બદલે આંશિક રીતે ડાયવર્ટ કરાયેલ રૂટ વાયા કાનપુર-લખનૌ-બનારસ થઈને દોડશે.
આ ટ્રેન જે સ્ટેશનો પર નહીં જાય તેમાં પ્રયાગરાજ, જંઘાઈ અને ભદોહીનો સમાવેશ થાય છે. રેલ્વે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કોઈ અસુવિધા ન થાય.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો