RJT Canceled Train: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનો પ્રભાવિત
RJT Canceled Train: સંતરાગાછી સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્યને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનો પ્રભાવિત

રાજકોટ, 06 માર્ચ: RJT Canceled Train: દક્ષિણ પૂર્વીય રેલ્વેના ખડગપુર ડિવિઝનના સંતરાગાચી સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગના સંદર્ભમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનોને અસર થશે, જેની વિગતો નીચે મુજબ છે:-
રદ ટ્રેનો
- 9 મે 2025 ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી કવિગુરૂ એક્સપ્રેસ રદ રહેશે.
- 11 મે 2025 ના રોજ સાંતરાગાછીથી ચાલનારી ટ્રેન નંબર 12950 સાંતરાગાછી-પોરબંદર કવિગુરૂ એક્સપ્રેસ રદ રહેશે.
રિશિડ્યુલ ટ્રેન
- 16 મે 2025 ના રોજ પોરબંદરથી ચાલનારી ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી એક્સપ્રેસ 2 કલાક રિશિડ્યુલ રહેશે.
ટ્રેનોના સમય, રોકાણ અને સંરચનાની વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો