Holika 2025

Holashtak 2025: આજથી હોળાષ્ટક શરુ, આર્થિક સમસ્યાઓ દૂર કરવા હોળી સુધી કરો રોજ આ કામ..

જે લોકો લાંબા સમયથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે તેમના માટે હોળાષ્ટક લાભકારી બની શકે છે

google news png

અમદાવાદ, 07 માર્ચઃ Holashtak 2025: હિન્દુ ધર્મમાં હોળી પર્વનું મહત્વ છે. હોળી આવે તેના 7 દિવસ પહેલાથી હોળાષ્ટક લાગી જાય છે. આ દિવસો એવા હોય છે જ્યારે કોઈ પણ પ્રકારનું શુભ કે માંગલિક કાર્ય કરવામાં આવતું નથી. હોળાષ્ટકનો સમય પૂજા પાઠ માટે શુભ છે. હોળાષ્ટકના દિવસો દરમ્યાન કેટલાક ઉપાયો કરવામાં આવે તો જીવનમાં સકારાત્મકતા આવે છે.

ખાસ તો જે લોકો લાંબા સમયથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે તેમના માટે હોળાષ્ટક લાભકારી બની શકે છે. હોળાષ્ટક શરૂ થાય ત્યારથી હોલિકા દહન થાય ત્યાં સુધી કેટલાક વિશેષ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિમાં પરિવર્તન આવી શકે છે.

BJ ADVT

આ વર્ષે હોળાષ્ટક 7 માર્ચ 2025 થી શરૂ થશે. 13 માર્ચ 2025 ના રોજ હોળીકા દહનના દિવસે હોળાષ્ટક પૂર્ણ થશે. આ દિવસો દરમિયાન માંગલિક કાર્ય કરવાની મનાઈ હોય છે. હોળાષ્ટકનું સમાપન હોલિકા દહનના દિવસે થાય છે હોળાષ્ટકના 7 દિવસ ખાસ હોય છે જો તમે આ ઉપાય કરશો તો ઘરની નકારાત્મકતા દૂર થશે અને આર્થિક તંગી પણ દૂર થશે.

હોળાષ્ટકના ઉપાય

  • હોળાષ્ટક દરમિયાન ઘરમાં સાફ સફાઈનું વિશેષ. ફાટેલા કપડા, તૂટેલી વસ્તુ અને ભંગાર ઘરમાં હોય તો તેને બહાર કાઢો. ઘરમાં રોજ ગંગાજળ છાંટો.
  • જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળાષ્ટક દરમિયાન ઘરની ઉત્તર પૂર્વ દિશામાં દીવો કરવો શુભ ગણાય છે. આ દિશામાં રોજ સાંજના સમયે દીવો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને ઘરમાં સ્થાયી વાસ કરે છે.
  • હોળાષ્ટક દરમિયાન ભગવાન શિવની પૂજા રોજ કરવી જોઈએ. કહેવાય છે કે ભોળાનાથની કૃપાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે.
  • હોળાષ્ટકના દિવસોમાં રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો તેનાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી. ઉલ્લેખનીય છે કે, આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો