News Flash 05

Rajkot railway crossing closed: રાજકોટ નો એરપોર્ટ ફાટક બંધ રહેશે; જાણો વિગત

Rajkot railway crossing closed: રાજકોટ નો એરપોર્ટ ફાટક મેન્ટેનન્સ કાર્ય માટે 7 દિવસ માટે આંશિક રીતે બંધ રહેશે

google news png

રાજકોટ, 12 માર્ચ: Rajkot railway crossing closed: રાજકોટ ડિવિઝનના રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં આવેલો રેલ્વે ક્રોસિંગ નં. ૪ (એરપોર્ટ ફાટક) ૧૮ માર્ચ થી ૨૪ માર્ચ, ૨૦૨૫ સુધી ૭ દિવસ માટે મેન્ટેનન્સ કાર્ય માટે આંશિક રીતે બંધ રહેશે. વિગતો નીચે મુજબ છે:

1) ૧૮ માર્ચથી ૨૧ માર્ચ સુધી, આ ફાટક પર વન-વે ટ્રાફિક રહેશે, એટલે કે, એક બાજુ સંપૂર્ણપણે બંધ રહેશે અને બીજી બાજુ રોડ ટ્રાફિક માટે ખુલ્લો રહેશે.

2) ૨૨ માર્ચના રોજ રાત્રે ૯.૦૦ વાગ્યાથી ૨૩ માર્ચના રોજ સવારે ૪.૦૦ વાગ્યા સુધી આ ફાટક બંને બાજુના રોડ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ રહેશે.

3) ૨૩ માર્ચના રોજ રાત્રે ૯.૦૦ વાગ્યાથી ૨૪ માર્ચના રોજ સવારે ૪.૦૦ વાગ્યા આ ફાટક સુધી બંને બાજુના રોડ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ રહેશે.

4) ૨૪ માર્ચ ના રોજ આ ફાટક પર વન-વે ટ્રાફિક રહેશે, એટલે કે એક બાજુ સંપૂર્ણપણે બંધ રહેશે અને બીજી બાજુ રોડ ટ્રાફિક માટે ખુલ્લો રહેશે.

આ સમયગાળા દરમિયાન રોડ યુઝર્સ આમ્રપાલી અંડરપાસ અને રાજકોટ-ભક્તિનગર સેક્શન માં આવેલ રેલ્વે ક્રોસિંગ નંબર 3 (ભોમેશ્વર ફાટક) નો ઉપયોગ કરી શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો