Porbandar-Asansol Summer Special Train: પોરબંદર અને આસનસોલ વચ્ચે ચાલશે સ્મર સ્પેશિયલ ટ્રેન
Porbandar-Asansol Summer Special Train: ટિકિટોનું બુકિંગ 9 એપ્રિલથી

રાજકોટ, 08 એપ્રિલ: Porbandar-Asansol Summer Special Train: પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન રાજકોટ ડિવિઝનમાંથી પસાર થશે. વિગતો નીચે મુજબ છે:
- ટ્રેન નં. ૦૯૨૦૫/૦૯૨૦૬ પોરબંદર-આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ (૨-૨ ટ્રિપ)
ટ્રેન નંબર ૦૯૨૦૫ પોરબંદર-આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ૧૦.૦૪.૨૦૨૫ અને ૧૭.૦૪.૨૦૨૫ ના રોજ સવારે ૦૮.૫૦ વાગ્યે પોરબંદર સ્ટેશનથી ઉપડશે, રાજકોટ તે જ દિવસે બપોરે ૧.૧૫ વાગ્યે પહોંચશે અને શનિવારે સાંજે ૬.૪૫ વાગ્યે આસનસોલ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. ૦૯૨૦૬ આસનસોલ-પોરબંદર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ૧૨.૦૪.૨૦૨૫ અને ૧૯.૦૪.૨૦૨૫ ના રોજ આસનસોલ સ્ટેશનથી ૧૭.૪૫ વાગ્યે ઉપડશે અને સોમવારે સવારે ૧૦.૩૦ વાગ્યે રાજકોટ અને બપોરે ૧.૪૫ વાગ્યે પોરબંદર પહોંચશે.

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન બંને દિશામાં ભાણવડ, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ગોવિંદપુરી, પ્રયાગરાજ, મિર્જાપુર, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શન, સાસારામ, ગયા, કોડરમા અને ધનબાદ સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર 09205 માટે બુકિંગ 9 એપ્રિલ, 2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો